મોરબીમાં 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનો ઇન્ટરનેશનલ સિરામિક પાર્ક સ્થપાશે

- text


ગુજરાત સરકારનું 2 લાખ 43 હજાર 965 કરોડ બજેટ રજૂ : નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કરેલા બજેટમાં મોરબીને સ્થાન મળ્યું

મોરબી : રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વર્ષ 2022નું પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. રૂપિયા 2 લાખ 43 હજાર 965 કરોડના બજેટમાં નાણામંત્રી કનુભાઇએ દરેક વર્ગને ધ્યાને રાખવામાં આવ્યા હોવાનું અને રોજગારી મુદ્દે ભાર મુકવામાં આવ્યો હોવાનું ઉમેરી મોરબીને મોટી ભેટ રૂપે રૂપિયા 400 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાના સિરામીક પાર્કના નિર્માણની જાહેરાત કરતા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

ગુજરાત સરકારના નાણામંત્રી દ્વારા આજે વિધાનસભામાં રૂપિયા 2 લાખ 43 હજાર 965 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.બજેટમાં કૃષિ વિભાગ માટે રૂ.7737 કરોડની જોગવાઈ તથા રાજ્યમાં પ્રાકૃત્તિક કૃષિ વિકાસ બોર્ડની રચના કરી જળ સંપત્તિ વિભાગ માટે રૂ.5339 કરોડ અને પાણી પુરવઠા વિભાગ માટે રૂ.5451 કરોડ તથા આરોગ્ય વિભાગ માટે રૂ.12240 કરોડ અને શિક્ષણ વિભાગ માટે રૂ.34884 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા વૈશ્વિક ઓળખ બની ગયેલા મોરબીના સીરામીક ઉદ્યોગ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના સીરામીક પાર્ક માટે રૂપિયા 400 કરોડની જોગવાઈ કરતા સીરામીક ઉદ્યોગ ખુશખુશાલ બન્યો છે સાથે-સાથે રાજ્યમંત્રી દ્વારા મોરબીની માંગણી સંતોષવા બદલ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ બજેટમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.500 કરોડ તથા સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ માટે રૂ.500 કરોડ તથા મહિલા, બાળ વિકાસ વિભાગ માટે રૂ.4976 કરોડ તેમજ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માટે રૂ.500 કરોડ અને ગૌશાળા, પાંજરાપોળ નિભાવ ખર્ચ માટે રૂ.500 કરોડ તથા ખેડૂતોને રવિપાક માટે વ્યાજ સહાય યોજના જાહેર કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ધાત્રી માતાને 1000 દિવસ સુધી રાશન આપવા જાહેરાત કરી સુપોષિત માતા, સ્વસ્થ બાળ યોજના જાહેર કરતા રૂ.4000 કરોડની જોગવાઈ સાથે ધાત્રી માતાને 1000 દિવસ સુધી રાશન અપાશે. તથા 1 કિલો તુવેરદાળ, લીટર તેલ, 2 કિલો ચણા અપાશે. તેમજ ગૃહ વિભાગ માટે રૂ.8325 કરોડની જોગવાઈ સાથે ગૃહવિભાગમાં વિવિધ સંવર્ગની 1094 જગ્યા ઉભી કરાશે. તથા સુરત અને ગિફ્ટ સીટીમાં નવા પોલીસ મથક બનશે.

- text

ઉપરાંત શહેરી વિકાસ વિભાગ માટે રૂ.14297 કરોડ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ માટે રૂ.1526 કરોડ તથા સામાજિક ન્યાય, અધિકારિતા વિભાગ માટે રૂ.4782 કરોડ તેમજ કાયદા વિભાગ માટે રૂ.1740 કરોડની જોગવાઈ સાથે આદિજાતિ વિભાગ માટે રૂ.2909 કરોડ, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે રૂ.9048 કરોડ તથા શહેરી વિકાસ વિભાગ માટે રૂ.14297 કરોડ તેમજ ઉદ્યોગ વિભાગ માટે રૂ.7030 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

જયારે વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ.1822 કરોડની જોગાવાઇ કરવામાં આવી છે તેમજ પ્રવાસન વિભાગ માટે રૂ.465 કરોડની જોગવાઈ સાથે વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ માટે રૂ.670 કરોડ તથા શ્રમ અને કૌશલ્ય વિકાસ વિભાગ માટે રૂ.1837 કરોડ અને માર્ગ અને મકાન વિભાગ માટે રૂ.12024 કરોડ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે રૂ.1504 કરોડ, ઊર્જા વિભાગ માટે રૂ.15568 કરોડની જોગવાઈ, ક્લાઈમેટ ચેન્જ વિભાગ માટે રૂ.931 કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે રૂ.1822 કરોડની જોગાવાઇ કરાઇ છે.

વર્ષ 2022ના બજેટમાં રાજ્યનો મહેસૂલી ખર્ચ રૂ.1, 81, 039 કરોડની જોગવાઇ કરી મહેસૂલ વિભાગ માટે રૂ.4394 કરોડની જોગવાઈ સાથે કાયદો અને વ્યવસ્થા વિભાગ માટે રૂ.8325 કરોડ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ માટે રૂ.517 કરોડ, સૌરાષ્ટ્રમાં સૌની યોજના માટે રૂ.710 કરોડની જોગવાઈ, રાજ્યમાં મહેસૂલી આવક રૂ.1, 82, 045 કરોડ, રાજ્યનો મહેસૂલી ખર્ચ રૂ.1, 81, 039 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text