રાજ્યકક્ષાના ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં મિતાણાની બહુચર શાળાની કૃતિ પસંદ

- text


ટંકારા : જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- રાજકોટના સંયુક્ત ઉપક્રમે રાજ્યકક્ષાના ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં ટંકારાના તાલુકાના મિતાણા ગામની બહુચર વિદ્યાલયની કૃતીની પસંદગી પામી છે.

જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- રાજકોટના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાઇ ગયેલ હતું. જેમાં બહુચર વિદ્યાલય મીતાણા હાઈસ્કૂલના વિદ્યાર્થી ગાંભા અમિત સિંધાભાઈ અને બાંભવા સની નાગજીભાઈ દ્વારા બનાવેલ કૃતિ “હોમ મેઇડ ઇકોફ્રેન્ડલી પોટ્સ મેકિંગ મશીન”ની રાજ્યકક્ષા માટે પસંદગી થયેલ છે.કૃતિ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન શાળાના આચાર્ય પ્રવિણચંદ્રભાઈ બાબુલાલભાઈ વાટકિયાએ આપેલ હતું.તથા જરુરી સહયોગ શાળાના સ્ટાફએ આપેલ હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text