મોરબી એસટી ડેપોના અસંખ્ય રૂટ બંધ કરાતા લોકોને ભારે હેરાનગતિ

- text


સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી એસટી ડેપોના ખાડે ગયેલા વહીવટને સુધારવાની માંગ કરી

મોરબી : મોરબી એસટી ડેપોનું તંત્ર ખાડે ગયુ હોય અસંખ્ય રૂટ હાલ બંધ કરાતા આમ પ્રજાજનો હેરાન-પરેશાન થઈ ગયા છે. આથી મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, અશોક ખરચરીયા, જગદીશભાઇ બાંભણીયા, મુસાભાઇ બ્લોચ, જીજ્ઞેશભાઇ પંડયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી એસટી ડેપોના ખાડે ગયેલા વહીવટને સુધારવાની માંગ કરી છે.

મોરબી જીલ્લામાં એસટી ડેપો તંત્ર એટલી હદે ખાડે ગયેલ છે કે પ્રજા ત્રાહીમામ-ત્રાહીમામ પોકારી ગયેલ છે. કોરોના સમયે બંધ કરાયેલ બસો હજુ ચાલુ કરવામાં આવેલ નથી. જેમાં મોરબી-કરજણ રાત્રી બસ સેવા જે મોરબીથી છેલ્લી બસ હતી. તેમજ મોરબી-અંબાજી વાયા પાટડી બજાણા તેમજ મોરબીથી સવારે વહેલી બસ મોરબી-રાજકોટ જે સવારે ૫-૩૦ કલાકે મોરબી થી ઉપડતી જે પણ આવકના બહાના હેઠળ બંધ કરવામાં આવેલ છે. તેમજ ટંકારાનું નવું બસ સ્ટેન્ડ બનાવેલ છે પરંતુ બસ હાલ ટંકારા ડેપોમાં જતી નથી અને વિધાર્થીઓને તથા પ્રજાજનોને હાલાકીનો સામનો કરવો પડેલ છે. જે બસ સ્ટેન્ડ કરોડોના ખર્ચે તૈયાર થયેલ છે. જે હાલ શોભાના ગાંઠીયા સમાન છે. તેમજ ગ્રાહક વિસ્તારના ધણા રૂટ બંધ કરી દેવામાં આવેલ છે. જેથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને ના છુટકે છકડા રીક્ષામાં તથા પ્રાઇવેટ વાહનોમાં જાનની જોખમે મુસાફરી કરવાની ફરજ પડે છે સરકાર એસટી. નિગમ કે કરોડો રૂપિયા ગ્રાટ આપે છે. નવી બસો આપે છે. પણ તંત્રની અણઆવડતથી એનો ઉપયોગ થતો નથી. આથી એસટીની સેવા ખરા અર્થમાં લોકભોગ્ય બને તેવા પગલાં લેવાની મુખ્યમંત્રી સમક્ષ તેઓએ માંગ ઉઠાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text