રાજ્યકક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં તીથવા હાઈસ્કૂલનો ચોથી વખત ડંકો

- text


વાંકાનેર : વાંકાનેરની તીથવા હાઈસ્કૂલે છેલ્લા 6 વર્ષમાં 4 વખત રાજ્યકક્ષાએ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.આ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગ રાખવામાં આવેલ હતા.આ પ્રદર્શન ઓનલાઇન મોડમાં યોજવામાં આવેલ હતુ.

GCERT – ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલિમ ભવન – રાજકોટ ,મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી – મોરબી આયોજિત ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ઓન લાઇન મોડમાં તા.2ને બુધવારના રોજ યોજવામાં આવેલ હતુ.જેનું પરિણામ જાહેર થતા શાળાનું નામ પસંદ થતા શાળાના વિદ્યાર્થીઓ,માર્ગદર્શક શિક્ષક તથા શાળા પરિવારને સૌ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ગણિત – વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગ રાખવામાં આવેલ હતા. હાલની કોવિડ -19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓનલાઇન મોડના માધ્યમથી પ્રદર્શન યોજવામાં આવેલ હતુ.જેમાં વિભાગ 3 – સોફ્ટવેર એન્ડ એપ્સ નામના વિભાગમાં શાળાની કૃતિ -“જેસ્ચર કંટ્રોલ રોબોટ” રાજ્ય કક્ષાએ સ્પર્ધા માટે પસંગી પામેલ હતી.આ જેસ્ચર કંટ્રોલ રોબોટ વિવિધ ક્ષેત્રોમાં વિશાળ ઉપયોગીતાને જોતા ભવિષ્યમાં તે ઉપયોગી સાબિત થશે.આ કૃતિ યૂટ્યૂબ લિંક https://youtu.be/vmyULLfrBtA પર પણ જોઈ શકાશે.

અગાઉના વર્ષોમાં પણ તીથવા હાઈસ્કૂલ તીથવાએ શ્રેષ્ઠ કૃતિઓની રચના કરી,શ્રેષ્ઠ દેખાવ કરીને રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરેલ હતું.આ વર્ષની કૃતિ તૈયાર કરવા માટે શાળાના વિદ્યાર્થીઓ ચૌધરી મુબિરા અને માથકિયા તસ્કિન તથા વિજ્ઞાન શિક્ષક બી.ડી.ગોપાણી,આચાર્ય ડૉ.ડી.એન.પરબતાણી,સમગ્ર શાળાના ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવેલ હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text