હળવદમાં સ્વામિનારાયણ મંદિરના પાટોત્સવ નિમિત્તે ત્રિરાત્રીય સત્સંગ સમારોહ યોજાશે

- text


સમારોહમાં અખંડ જપ, હરિયાગ, ફલોત્સવ સાથે વિવિધ સામાજિક કાર્યોનું આયોજન

હળવદ : સમસ્ત સત્સંગ સમાજ તેમજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિર – જૂનું ટાવરવાળા દ્વારા હળવદમાં ત્રિરાત્રીય સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ સામાજિક કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ભક્તો માટે પ્રસાદ રાખવામાં આવ્યો છે.

સમસ્ત સત્સંગ સમાજ તેમજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિર – જૂનું ટાવરવાળા આયોજિત વાર્ષિક પાટોત્સવ અંગભુત ત્રિરાત્રીય સત્સંગ સમારોહ આગામી તા.6,7 અને 8ના રોજ સ્વા.ભગવાન પધારેલા તે પ્રસાદીની તળાવની પાળ હળવદ ખાતે રાખેલ છે.આ સમારોહમાં વક્તા તરીકે શ્રીજી સ્વામી(ભાગવત ભૂષણ) ઉપસ્થિત રહેશે.

આ સમારોહમાં પ્રથમ દિવસે નાસ્તાનાં યજમાન રસિકલાલભાઈ પરષોત્તમભાઈ મણિયાર,મિતુલભાઈના હસ્તે,દ્વિતીય દિવસ નાસ્તાનાં યજમાન લાલજીભાઈ ભાણજીભાઈ પારજીયા,નવસર્જન ડેન્ટલ કેરના ડો.આશિષભાઇ તથા ડો.પંકજભાઈના હસ્તે આપવામાં આવશે.સંતોને પહેરામણીના યજમાન તરીકે કાંતિપુરવાળા સ્કાયટચ ગ્રુપના જ્યંતિભાઈ ભુદરભાઈ કગથરા,જુના ઘાંટીલાવાળા ધર્મેન્દ્રભાઈ બાબુલાલભાઈ જાકાસણીયા અને કરશનભાઈ અમરશીભાઈ સોનગ્રા,રમેશભાઈ અને ઘનશ્યામભાઈ ઉપસ્થિત રહેશે.

સમારોહના પ્રથમ તા.6ના રોજ ફળક્રુટોત્સવ અને સ્વામિનારાયણ મહામંત્રની અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા છે.બપોરે 12 કલાકે મહાપ્રસાદી તળાવની પાળે રાખવામાં આવી છે.ત્યારબાદ જુદા જુદા ફ્રૂટોનું દવાખાના અને ગરીબોને વિતરણ કરવામાં આવશે.પોથીયાત્રા નીતિનભાઈ પટેલના ઘરેથી બપોરે 2:30 કલાકે ઉમિયા ટાઉનશીપ,ઉમા કન્યા છાત્રાલયની બાજુમાંથી કથા સ્થળ સુધી લઇ આવવામાં આવશે.પોથીયાત્રા બાદ મંગલ દીપપ્રાગટ્ય કરવામાં આવશે.કથા શ્રવણ તથા સંતોના રૂડા આશીર્વચન રાત્રે 8 થી 11 વાગ્યા સુધી આયોજન કરાયું છે.

બીજા દિવસ તા.7ના રોજ સવારે 7 થી 9 ગામના તેમજ બહારગામના દરેક ભાઈઓ બહેનો સમૂહમાં બેસી પરમાત્માના મહાપૂજનનો શાસ્ત્રવિધી અનુસાર લાભ લઈ શકશે. ડ્રાઇફ્રુટનો અન્નકોટ પ્રસાદી મંદિરે ઠાકોર સમક્ષ દર્શન સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુંદગી ખુલ્લા મુકવામાં આવશે.જળયાત્રા સાંજે 4 કલાકે મહાપ્રસાદીભૂત તળાવે પૂજન અર્ચન બાદએ પ્રસાદીભુત જળ બહેનો ભક્તો 108 જળકળશો મસ્તક ઉપર ધારણ કરી પ્રસાદી મંદિર સુધી વાજતે ગાજતે પધારશે.એ જળથી પાટોત્સવના દિવસે ઠાકોરનો અભિષેક થશે.કથા શ્રવણ તથા સંતોના રૂડા આશીર્વચન રાત્રે 8 થી 11 વાગ્યા સુધી રાખવામાં આવ્યા છે.કથા શ્રવણ બાદ નિત્ય અવનવા સ્વાદિષ્ટ હળવા નાસ્તારૂપી ગરમા ગરમ મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે.

- text

તૃતીય દિવસ પાટોત્સવનો દિવ્યાનંદ તા.8ને મંગળવારના રોજ સવારે 7 થી 12 પાટોત્સવની આરતી અને ઠાકોરનું પૂજન કરવામાં આવશે.સવારે 7 કલાકે પ્રસાદી મંદિરમાં પાટોત્સવ અંગભૂત ઠાકોરનો રમણીય અભિષેક કરવામાં આવશે.સવારે 7:30 થી 8:30 કલાકે જેમા દરેક ભાઈઓ તેમજ બહેનો પણ અભિષેકના દર્શનનો લ્હાવો માણી શકશે.છપ્પનભોગ અન્નકોટના સવારે 9 થી 5 દર્શન થશે.સવારે 8:30 થી બપોરે 12 કલાકે ગોપાળાનંદ સ્વામીના ચમત્કારી ]પ્રતાપી બીજ મંત્ર દ્વારા યજ્ઞનારાયણને વેદ મંત્રોચ્ચાર સાથે આહુતિ સજોડે હરિભક્તો બેસીને લાભ લઈ શકશે.સવારે 9:30 કલાકે તળાવની પાળે કમ્પાઉન્ડ વોલ બનાવવા અને પ્રસાદીની છત્રી બનાવવાનું ખાતમુહૂર્ત વરિષ્ઠ સંતોના વરહસ્તે પ્રાસંગિક સભા-કથા પૂર્ણાહુતિ સવારે 8:30 થી 12:30 ધામૌધામથી બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચનથી થશે.સમૂહ મહાપ્રસાદ જમણવાર કથા સમાપન બાદ બપોરે12:30 કલાકે પ્રાસાદીક તળાવમાં નિલકંઠવર્ણીનો અભિષેક નાનક્રિડા ઉત્સવ બ્રહ્મનિષ્ઠ સંતોની સંગાથે કથા સમાપન મહાપ્રસાદ ગ્રહણ કર્યા બાદ બપોરે 2 કલાકે રાખવામાં આવ્યો છે.

યુનિક હોસ્પિટલ – હળવદના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.તમામ પ્રકારનાં રોગોની નિઃશુલ્ક સારવાર તજજ્ઞ ડૉક્ટરોની ટીમ દ્વારા તા.8ના રોજ સવારે 8:30 થી 1 વાગ્યા સુધી જરૂરિયાતમંદ દર્દી પરિવારો આ લાભ વિનામૂલ્યે પ્રાપ્ત કરી શકશે.મેગા રક્તદાન મહાયજ્ઞ સવારે 9 કલાકથી શરુ થશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text