ગીતા પરિવાર દ્વારા 7મીથી ફ્રી ઓનલાઇન ગીતા સંથા વર્ગ

- text


વર્ગમાં ભાગ લેવા ઇચ્છુકોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત : 11 ભાષાઓમાં શ્રીમદ્દ ભગવદ્દ ગીતાનું અધ્યન કરાવાશે

મોરબી : ગીતા પરિવાર દ્વારા વિનામૂલ્યે લાઈવ ગીતા સંથા વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિવિધ ભાષાઓમાં ગીતાના અધ્યાય શીખવવામાં આવશે.ગીતા પાઠ શીખ્યા બાદ પરીક્ષા લેવામાં આવશે.જેમાં ઉતીર્ણ થનારને ઈ- પ્રમાણપત્ર આપવામાં આવશે.ગીતા સંથા વર્ગમાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.

મોરબીમાં આગામી તા.7મી માર્ચથી ગીતા પરિવાર દ્વારા નિ:શુલ્ક લાઈવ ગીતા સંથા વર્ગની 16મી બેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગીતા 11 ભાષામાં શીખવવામાં આવશે.જેમાં હિન્દી,અંગ્રેજી,મરાઠી,ગુજરાતી,તેલુગુ,તમિલ,કન્નડ,મલયાલમ,બાંગ્લા,ઊડીયા,નેપાલી જેવી ભાષાઓમાં ગીતાનું જ્ઞાન આપવામાં આવશે.ઝૂમ એપ્લિકેશનમાં 20 દિવસમાં 2 અધ્યાયોનું સંસ્કૃતમાં શુદ્ધ પઠન શીખવાડવામાં આવશે.અઠવાડિયામાં પાંચ દિવસ ક્લાસ લેવાશે.દિવસમાં ફકત 40 મિનિટના વર્ગ લેવાશે.વર્ગનો સમય પસંદ કરવા 13 વિકલ્પોની સુવિધા આપવામાં આવી છે.જેમાં સવારે 6 વાગ્યા થી રાત્રે 2 વાગ્યા સુધીમાં કોઈ પણ સમય પસંદ કરી શકાશે.ચાર સ્તરોમાં સંપૂર્ણ ભગવદ્ગીતાની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે.હિન્દી અને અંગ્રેજીમાં સાપ્તાહિક ગીતા અર્થવિવેચન અને પ્રશ્નોત્તર સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.બે અધ્યાયોની વાંચન કસોટીમાં ઉત્તીર્ણ થવા પર ‘ગીતા ગુંજન’ ઈ-સર્ટીફિકેટ આપવામાં આવશે.

- text

તમામ અઘ્યાયોની પીડીએફ,ઓડિયો, વિડિયો અને વાંચન સામગ્રી આપવામાં આવશે.સરળ સંસ્કૃત વ્યાકરણ માર્ગદર્શિકા અને ઉકેલ માટે વધારાનાં વર્ગોનું નિયમિત આયોજન કરવામાં આવ્યું છે.પ્રશિક્ષિત અને અનુભવી પ્રશિક્ષકોના માર્ગદર્શન હેઠળ ભૂલો સુધારવા અને ભગવદ ગીતા શીખવાડવામાં આવશે.આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છુક વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.રજીસ્ટ્રેશન કરીને વર્ગના વોટ્સએપ ગ્રુપમાં http://REG.LEARNGEETA.COMપરથી જોડાય શકાશે.આ વર્ગમાં જોડાવા http://reg.learngeeta.com પરથી ફોર્મ ભરવાનું રહેશે. તેમ ગીતા પરિવારની યાદીમાં જણાવાયું છે.

- text