કોઠારીયા કન્યા પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારોહ યોજાયો

- text


વાંકાનેર : કોઠારીયા કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય હઠીસિંહ નારૂભા ઝાલાનો વયનિવૃત્તિ વિદાય સમારોહ આજરોજ યોજાયો હતો.

આ વિદાય સમારંભમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વોરા, બી.આર.સી. કો.ઓ. અબદુલભાઇ શેરસીયા, સી.આર.સી કો.ઓ. કૌશિકભાઈ થડેસર,આમંત્રિત મહેમાનો, કોઠારીયા ગામના સરપંચ,ઉપસરપંચ તથા ગામના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય રમેશભાઈ પડસુંબિયા તથા સ્ટાફે કર્યું હતું. કાર્યક્રમના અંતે આમંત્રિત મહેમાનોના હસ્તે શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

લજાહત ગામના વતની હઠીસિંહ ઝાલાનો જન્મ તા.1/1/1964ના રોજ થયેલ. જેઓએ પોતાની નોકરીની શરૂઆત કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના સાંભરાય ગામેથી તા.11/10/1984થી કરી હતી.જ્યાં 15 વર્ષ ફરજ બજાવી હતી.ત્યારબાદ કોઠારીયા કન્યા પ્રાથમિક શાળામાં તા.12/10/1999થી નિવૃત્તિ સુધી એટલે કે તા. 31/1/2022 સુધી એમ 22 વર્ષ અને 3 માસ સુધી ફરજ બજાવી હતી.ઝાલા ખરા અર્થમાં એક ગુરુ હતા. જેઓએ હંમેશા નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યું. પ્રેમાળ સ્વભાવ, બાળકો તથા સ્ટાફ સાથે સતત ઓતપ્રોત થઈને રહેવું એ એમનો સ્વભાવ હતો. કોઠારીયા કન્યા પ્રાથમિક શાળાને ઝાલાની હમેંશા ખોટ રહેશે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text