કોરોના હવે અદ્રશ્ય થવા તરફ : નવા માત્ર 3 જ કેસ, એક્ટિવ કેસ 64 જ રહ્યા

- text


 

1 કેસ મોરબી તાલુકાના , 2 કેસ ટંકારા તાલુકાના : 16 દર્દીઓ સાજા થયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આજે કોરોનાના માત્ર 3 કેસ સામે આવ્યા છે. બીજું સૌથી મહત્વની વાત એ છે કે એક્ટિવ કેસ ઘટીને 64 થઈ ગયા છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1027 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 3 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 16 દર્દીઓ રિકવર પણ થયા છે.

- text

17 ફેબ્રુઆરી, ગુરૂવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત

મોરબી ગ્રામ્ય : 01
મોરબી શહેર : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
વાંકાનેર શહેર : 01
હળવદ ગ્રામ્ય : 00
હળવદ શહેર : 00
ટંકારા ગ્રામ્ય : 02
ટંકારા શહેર : 00
માળિયા ગ્રામ્ય : 00
માળિયા શહેર : 00
કુલ : 03

17 ફેબ્રુઆરી, ગુરૂવારે રિકવર થયેલા કેસની વિગત

મોરબી તાલુકા : 11
વાંકાનેર તાલુકા : 01
હળવદ તાલુકા : 01
ટંકારા તાલુકા : 02
માળિયા તાલુકા : 01
કુલ ડિસ્ચાર્જ : 16

- text