લાલપર નજીક હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા

- text


હાઇવે તંત્ર તાકીદે પ્રશ્નનું નિરાકરણ કરે તેવી માંગ ઉઠી

મોરબી : મોરબીમાં લાલપર નજીક પસાર થતા હાઇવે પર અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા હતી. થોડા સમય અગાઉ ડિવાઈડર તોડી નાખવામાં આવતા અકસ્માત અને ટ્રાફિક જામ અવારનવાર થાય છે. જેથી, વાહનચાલકો પરેશાન થઇ ગયા છે.

આજે વ્હેલી સવારે મોરબીના લાલપર નજીક હાઇવે પર સ્થળે વાહન અકસ્માત થયો હતો. આ અકસ્માતના પગલે મોરબીથી વાંકાનેર જતા રસ્તા પર લાલપરથી આગળ ત્રાજપર ચોકડી સુધી વાહનોની કતારો લાગતા ટ્રાફિક જામ થઇ ગયો હતો.

વધુમાં, હાઇવે પર લાલપર નજીક ડિવાઈડર તોડી નાખવામાં આવ્યું છે. આથી, વાહનચાલકો ત્યાંથી ક્રોસ કરે છે. જેમાં સાંકળી જગ્યા હોવાથી નાના વાહનચાલકોને સમસ્યા નથી થતી પરંતુ ગાડીઓ અને મોટા વાહનો વળાંક વળે છે ત્યારે ટ્રાફિક જામની સમસ્યા રહે છે. અને અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે. આથી, હાઇવે તંત્ર તાકીદે આ સમસ્યાનું નિરાકરણ કરે તેવી માંગ ઉઠી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text