હાજીપીર સેવા સમિતિના નિ:શુલ્ક નિદાન કેમ્પનો 400થી વધુ લોકોએ લાભ લીધો

- text


 

મોરબી: મોરબી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી વિવિધ સેવાકીય પ્રવૃત્તી કરતી સંસ્થા હાજીપીર સેવા સમિતિ દ્વારા આ વર્ષે છઠ્ઠો નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કૅમ્પનો 400થી વધુ લોકોએ લાભ લીધો હતો.

હાજીપીર સેવા સમિતિ દ્વારા એકતાના પ્રતીક રૂપે મોરબીના વાવડી રોડ ખાતે તારીખ 13-2-2022ના રોજ સવારે 10:00 વાગ્યે સુકુન હોસ્પિટલમાં સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ડૉ. ગાયત્રી ભીમાણી તેમજ ડૉ. સંજય પટેલ, ડૉ. ચિરાગ આદ્રોજા, ડૉ.ચાંદની આદ્રોજા (માધવ હોસ્પિટલ), ડૉ.તૂપ્તી પેથાપરા, ડૉ.યોગેશ પેથાપરા (મારુતિ હોસ્પિટલ), રવીભાઇ મકવાણા (સુકુન લેબોરેટરી), કોશરબેન, વીનટાબેન વગેરેએ સેવા આપી હતી. વિવિધ ડોક્ટરોએ આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે તપાસી સારવાર આપી હતી.

આ કેમ્પ મા મુખ્ય મહેમાન તરીકે મોરબી નગર પાલીકાના આરોગ્ય સમિતિના ચેરમેન આશીફભાઇ રહીમભાઈ ગાલબ, બાંધકામ સમિતિના ચેરમેન દેવાભાઇ પરબતભાઇ અવાડીયા, બચુભાઇ ચાનીયા (સેવાભાવી કાર્યકર, ચાનીયા ગેરેજ), સૈયદ ફારૂકબાપુ (પેશ ઇમામ મહંમદ સલીમ મસ્જિદ), સૈયદ આરીફબાપુ (પેશ ઇમામ ફારૂકી મસ્જિદ), સૈયદ હનીફબાપુ, સૈયદ આલમીયાબાપુ, સૈયદ અબડાશા બાપુ(માળીયા વાળા) તેમજ વિવિધ સમાજના આગેવાનોએ હાજરી આપી આ સેવાકીય કાર્ય બદલ હાજીસાહેબને બીરદાવ્યા હતા.

- text

આ કેમ્પને સફળ બનાવવા માટે સુકુન હોસ્પિટલ પ્રમુખ હાજી અબ્દુલભાઈ હાસમભાઈ મોડ તથા ઉપપ્રમુખ ઈબ્રાહીમભાઈ લંજા, નુરમામદભાઇ મુસાભાઈ દલવાણી તથા ટ્રસ્ટીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ અન્ય સભ્ય કાર્યકરો યુવાનો સબીર હાજી અબદુલભાઇ મોડ, સિદ્દીક ભાઈ આદમભાઇ મોડ, સાહીદ ઇબાહીમભાઇ મોડ, શબીરભાઇ હબીબભાઇ જાફરાણી, આરીફ આદમભાઇ મોડ, ઇમરાન આદમભાઈ મોડ, સોકતભાઇ વલીભાઈ બાભણીયા, અનીશ શબીરભાઇ મોડ, તોફીક ઈબ્રાહીમભાઈ લંજા વગેરેએ સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

- text