ભરતનગરના સુરાણી પરિવાર દ્વારા પુત્રના જન્મદિવસની સેવામય ઉજવણી

- text


 

પ્રા.શાળાને ત્રણ ગ્રીન બોર્ડ અને બાળકોને નેઇલકટર, પેન્સિલ અને બોલપેનની ભેટ

મોરબી : મોરબી તાલુકાના ભરતનગર ગામનાં રહેવાસી વિનયભાઈ સુરાણીએ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા પોતાના સુપુત્ર તીર્થ વિનયભાઈ સુરાણી તેમજ સુપુત્રી દ્વિજા વિનયભાઈ સુરાણીનાં જન્મદિનનાં શુભ અવસરે તેમજ સ્વ. શાંતાબેન સુરાણીના સ્મરણાર્થે શાળાને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ત્રણ ગ્રીનબોર્ડની સપ્રેમ ભેટ આપેલ છે.આ ઉપરાંત બાળકોમાં શારિરીક સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય એ શુભ આશયથી શાળાના 170 બાળકોને નેઇલકટર અને પેન્સિલ,બોલપેનની ભેટ આપેલ છે.શાળાના આચાર્ય રજનીશભાઈ દલસાણિયાએ આ અસ્ખલિત દાનનાં પ્રવાહને બિરદાવતા સુરાણી પરિવારનો આભાર વ્યકત કર્યો હતો.

- text