ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ વર્ચ્યુઅલ પ્રદર્શનમાં મોટી બરારની મોડેલ સ્કુલનો દબદબો

- text


વિજેતા થયેલ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે

માળીયા (મી.) : જી.સી.ઇ.આર.ટી.ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી – મોરબી તેમજ રામબાઈમાં શાળા વિકાસ સંકુલ માળીયા(મીં.)ના સંયુક્ત ઉપક્રમે ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2022 ઓનલાઇન વર્ચ્યુઅલ યોજાયું હતું.જેમાં મોડેલ સ્કૂલ – મોટી બરારના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું.

રામબાઈમાં શાળા વિકાસ સંકુલ માળીયા(મીં) દ્વારા આયોજિત SVS કક્ષાનું ગણિત,વિજ્ઞાન પ્રદર્શન – 2022 ઓનલાઇન વર્ચ્યુઅલ સ્વરૂપે ગત તા.5ને શનિવારના રોજ યોજાયો હતો.જેમાં માળીયા તાલુકાની અનુદાનિત અને સરકારી શાળાઓમાંથી કુલ 14 શાળાઓએ ભાગ લીધેલ હતો.જેમાં કુલ 5 વિભાગ હતા.

જેમાં મોડેલ સ્કુલ મોટીબરારના બાળ વૈજ્ઞાનિકોની 2 કૃતિઓ બે વિભાગમાં પ્રથમ નંબરે વિજેતા થયેલ હતી.જેમાં વિભાગ – 4માં અકસ્માત નિવારણ “U ટર્ન” જેમાં બાળકો ચાવડા આરાધના બી.-ધોરણ 11 અને ડાંગર અવની એ.-ધોરણ 11 ભાગ લીધેલ હતો. આ ઉપરાંત વિભાગ – 5માં ફ્લોટિંગ હાઉસમાં બાળકો ખડોલા વંશિકા જી.-ધોરણ 12 અને ચાવડા માનસી એસ.-ધોરણ 12એ ભાગ લીધો હતો.જેમના માર્ગદર્શક શિક્ષક એચ.જી.બોડા અને પી.ડી.મેરજા હતા.તમામ વિદ્યાર્થીઓને SVS કક્ષાએ નંબર પ્રાપ્ત કરવા બદલ અને સ્પર્ધામાં ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા.

આ કાર્યક્રમને અંતે પ્રદર્શનમાં ભાગ લેનાર અને વિજેતા થયેલ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાની આગામી સ્પર્ધામાં ભાગ લઈ માળીયા તાલુકાનું નામ રોશન કરે અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ જિલ્લા વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા,સંકુલ સંયોજક એસ.કે.પટેલ,સહસંયોજક જયેશભાઈ ચાવડા, DEO કચેરીના એ.ઈ.આઈ.એસ.જે.મેરજા તેમજ શાળાના આચાર્ય બી.એન.વિડજા દ્વારા આપવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text