મોરબીમાં કાલે ગુરુવારથી પાંચ દિવસ સુધી રેશનકાર્ડને લગતી કામગીરી બંધ રહેશે

- text


મોરબી શહેર અને મોરબી તાલુકાની પુરવઠા શાખાની કામગીરીનું વિભાજન કરાશે

મોરબી : મોરબી શહેર અને મોરબી તાલુકાની પુરવઠા શાખાની કામગીરીનું વિભાજન કરાતા આવતીકાલથી પાંચ દિવસ સુધી રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રહેશે.

મોરબી શહેર અને મોરબી તાલુકાની પુરવઠા શાખાની કામગીરી અલગ કરવા બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈને પુરવઠા શાખામાં મોરબી શહેર અને મોરબી તાલુકાની કામગીરી અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- text

ત્યારે મોરબી શહેર અને મોરબી તાલુકાની પુરવઠા શાખાની કામગીરીનું વિભાજન થવાની પ્રક્રિયા ચાલુ છે. જેથી લોકોના કામ ઝડપથી થઇ શકશે. આ પ્રક્રિયા ચાલુ હોવાના કારણસર તા. 10થી તા. 15 સુધી ટેકનીકલ કારણોસર રેશનકાર્ડને લગતી તમામ કામગીરી બંધ રાખવામાં આવેલ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text