માળીયા તાલુકા કક્ષાના ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનમાં મોટી બરાર શાળાનો ડંકો

- text


મોરબી જિલ્લા કક્ષાના પ્રદર્શન માટે મોટી બરાર પ્રાથમિક શાળાની કૃતિ પસંદ

માળીયા (મી.) : GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજકોટ દ્વારા વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૧-૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટીબરારની રત્નમણિ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ “ફ્રૂટ કટર મશીન” કૃતિનું નિર્માણ કર્યું હતું.જે કૃતિ મોરબી જિલ્લાકક્ષાના ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શન માટે પસંદ પામી હતી.

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ – ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – રાજકોટ દ્વારા ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૧-૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિભાગ-૧ ઈકો ફ્રેન્ડલી સામગ્રી અંતર્ગત રત્નમણિ પ્રાથમિક શાળા – મોટીબરારના વિદ્યાર્થીઓ ડાંગર દિપ સંજયભાઈ અને ડાંગર આશિષ જેઠાભાઈએ શાળાના શિક્ષક અનિલભાઈ બદ્રકિયાના માર્ગદર્શન હેઠળ “ફ્રૂટ કટર મશીન” કૃતિનું નિર્માણ કર્યું હતું.

- text

આ કૃતિ નાનીબરાર સી.આર.સી.કક્ષાએ વિભાગ-૧ માં પ્રથમ નંબર મેળવી માળિયા તાલુકા કક્ષા માટે પસંદ થઈ હતી.ત્યારબાદ માળિયા તાલુકા કક્ષાએ પણ વિભાગ-૧માં પ્રથમ નંબર મેળવી જિલ્લા કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે પસંદ થઈ છે.આ તકે નાનીબરાર સી.આર.સી. હરેશભાઈ ડોડીયા તેમજ શાળાના આચાર્ય નિલેશભાઈ રાજપરાએ વિધાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકને અભિનંદન પાઠવ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text