સુધરે ઈ બીજા ! બાઈક ચોરીમાં પેરોલ ઉપર છૂટ્યા બાદ વધુ બે બાઈક ચોર્યા

- text


માળીયા પોલીસે રીઢા વાહન ચોરને ઘાટીલા ગામની સીમમાંથી બે બાઈક સાથે ઝડપી લીધો

માળીયા : મોરબી શહેરમાંથી વાહનચોરી કરતા ઝડપાઇ ગયા બાદ મોરબી સબજેલમાંથી પેરોલ ઉપર છૂટેલા શખ્સે મોરબી અને હળવદથી ફરી બે મોટર સાયકલ ચોરી કરતા માળીયા પોલીસે ચોરાઉ બન્ને બાઈક સાથે રીઢા તસ્કરને ઘાટીલા રણ જવાના રસ્તેથી ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસ ગુન્હાખોરી ડામવા અંતરિયાળ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે ધાંટીલા ગામથી સીમમાં રણ તરફ જવાના રસ્તે બે શંકાસ્પદ મોટર સાયકલ સાથે મૂળ છોટાઉદેપુર અને હાલમાં ઘાટીલા ગામે ખેતી કરતો સુનીલભાઇ ભાવસિંગભાઇ નાયકા મળી આવતા બન્ને મોટર સાયકલ અંગે પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપી શક્યો ન હતો.

જેને પગલે માળીયા પોલીસે પોકેટ કોપ એપ વડે બન્ને મોટર સાયકલ અંગે તપાસ કરતા બજાજ કંપનીનુ પ્લેટીના મોટર સાયકલ હળવદના ટીકર નજીકથી અને હીરો કંપનીનુ સ્પ્લેન્ડર આઈ સ્માર્ટ સીલ્વર મોટર સાયકલ મોરબી આયુષ હોસ્પિટલ નજીકથી આરોપીએ ચોરી કરેલ હોવાનું ખુલ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આરોપી સુનીલભાઇ ભાવસિંગભાઇ નાયકા વિરુદ્ધ અગાઉ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ થતા આરોપીને મોરબી સબજેલમાં ધકેલી દેવાયો હતો જ્યાંથી પેરોલ ઉપર છૂટયા બાદ હમ નહીં સુધરેંગેની નીતિ ચાલુ રાખી વધુ બે બાઈક ચોરતા માળીયા પોલીસની ઝપટે ચડી ગયો હતો.

- text

હાલ માળીયા પોલીસે રૂપિયા 40 હજારની કિંમતના બન્ને બાઈક કબ્જે કરી આરોપીને અટકાયતમાં લીધો છે. આ સફળ કામગીરી માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, રણજીતદાન રોહડિયા, કોન્સ્ટેબલ સંજયભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા અને શામજીભાઈ ઊંઘરેજા સહિતના સ્ટાફે કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text