મોરબી નગરપાલિકાના ભૂતપૂર્વ અને નવનિયુકત ચીફ ઓફિસરોનો સન્માન સમારંભ યોજાયો 

- text


ચીફ ઓફિસર તરીકે ગિરીશ સરૈયાને વિદાયમાન અને સંદીપસિંહ ઝાલાને આવકાર અપાયો

મોરબી : મોરબી નગરપાલિકા એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા નગરપાલિકાના ભૂતપૂર્વ અને નવનિયુકત ચીફ ઓફિસરોના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચીફ ઓફિસર તરીકે ગિરીશ સરૈયાને વિદાયમાન અને સંદીપસિંહ ઝાલાને આવકાર અપાયો હતો.

તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 50 ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી હતી. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની રાજુલામાં બદલી કરી દેવામાં આવી છે. જ્યારે હળવદના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની બદલી કરી તેઓને મોરબીના ચીફ ઓફિસર તરીકે નીમવામાં આવ્યા છે.

ત્યારે મોરબી નગરપાલિકા એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા આજે ચીફ ઓફિસર તરીકે ગિરીશ સરૈયાને વિદાયમાન આપવા અને સંદીપસિંહ ઝાલાને આવકાર આપવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી નગરપાલિકાના ચેરમેન તરીકે શહેરના વિકાસ માટે સરાહનીય કામગીરી કરનાર અને સ્વચ્છતા રેન્કિંગમાં મોરબીને આગળ લાવનાર ગિરીશ સરૈયાને ભેટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી નગરપાલિકાના નવનિયુકત સંદીપસિંહ ઝાલાને ફુલહાર પહેરાવી તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ બંને ચીફ ઓફિસરોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

- text

આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ તેમજ ચેરમેન દેવાભાઇ અવાડીયા સહિતના નગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેન, હોદેદારો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text