હું હપ્તો આપવા તૈયાર છું, છતાં મને દારૂ વેચવાની છૂટ મળતી નથી : ન્યાયમંદિરને યુવકની ધગધગતી રજુઆત

- text


મોરબી : હું હપ્તો આપવા તૈયાર છું, છતાં મને દારૂ વેચવાની છૂટ મળતી નથી. તેવી એક યુવકે ન્યાયતંત્રને ધગધગતી રજુઆત કરી છે. જો કે આ રજુઆતમાં એવું પણ કહ્યું છે કે બીજાને દારૂ વેચવા જેવી ગેરકાયદે પ્રવૃત્તિ કરવા દેવામાં આવે છે તો મને કેમ છૂટ અપાતી નથી.

- text

મોરબીના લીલાપરમાં પ્રકાશનગરમાં રહેતા ગૌતમ મકવાણા નામના વ્યક્તિએ ન્યાયમંદિરને રજૂઆતમા જણાવ્યું છે કે તેઓએ અગાઉ મોરબી જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકને દારૂ વેચવાની છૂટ આપવા માટે અરજી કરી હતી.પરંતુ આજદિન સુધી આ બાબતે કોઈ જવાબ મળ્યો નથી.જેથી ન્યાયમંદિરમાં રજૂઆત કરવાની ફરજ પડી છે. વધુમાં જણાવ્યું છે તે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળો પર છે. મોરબી જિલ્લામાં ઠેર ઠેર બેફામ દારૂ વેચાય છે.જેમાં પોલીસના હપ્તાઓ પણ ચાલુ હોય છે ત્યારે આ અંગે યોગ્ય ન્યાય કરી તેઓને પણ દારૂ વેચવાની છૂટ આપવામાં આવે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text