મોરબી નગર દરવાજા નજીક બે એક્ટિવાની જોરદાર ટક્કર : એક ઘાયલ

- text


મોરબી : મોરબી નગર દરવાજા નજીક આવેલ દિનેશ પાનની સામે એક્ટિવા લઈને જઈ રહેલા વાઘપરા શેરી નં.૧૨માં રહેતા દિપકભાઈ કેશવલાલ ગજરાના એક્ટિવા સાથે વાવડી રોડ ઉપર કબીર આશ્રમ સામે રહેતા જીજે ૩૬ એએ ૯૮૬૨ વાળાના ચાલક નિલેશભાઈ અરવીદભાઈ પંડ્યાએ અકસ્માત સર્જતાં દીપકભાઈને બન્ને પગમા ઢીચણના નીચેના ભાગે તથા ડાબા હાથની હથેળીમા ઈજાઓ પહોંચતા સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- text