લજાઈ ચોકડીએ હડમતીયાના વૃદ્ધને હડફેટે લેનાર કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ

- text


ટંકારા : ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા વૃદ્ધને લજાઈ ચોકડીએ રસ્તો ઓળંગતી વખતે અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડનાર કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે રહેતા અમૃતલાલ ધાંજા ગત તા.20ના રોજ મોરબી આવવા માટે લજાઈ ચોકડીએ ઉભા હતા અને રસ્તો ક્રોસ કરતા હતા તે વેળાએ સ્વીફટ કાર રજીસ્ટર નંબર- જીજે-૦૩-એફકે-૯૯૮૬ના ચાલકે હડફેટે લેતા અમૃતલાલભાઈને હેમરેજ અને ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ સાથે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- text

અકસ્માત બાદ કાર ચાલક બનાવ સ્થળેથી નાસી ગયો હોય મોરબી શનાળા ખાતે રહેતા તેમના પુત્ર ભાવેશભાઇ અમૂતલાલ ધાંજાએ સ્વીફટ ફોરવ્હીલ કાર રજીસ્ટર નંબર- જીજે૦૩એફકે-૯૯૮૬ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંઘી તપાસ શરૂ કરી છે.

- text