રવાપરથી જડેશ્વર સુધીના રોડનું નવીનીકરણ કરો : સજનપર ગ્રામ પંચાયત

- text


પાંચ વર્ષ પહેલા બનેલા રોડ પર મોટા-મોટા ગાબડાં : રોડને રિપેર કરવાની માંગ સાથે વધુ એક રજૂઆત

ટંકારા : મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામથી પસાર થતા મોરબીના રવાપરથી ધુનડા, સજનપરથી જડેશ્વર સુધીના બિસ્માર હાલતમાં આવેલ રોડનું નવીનીકરણ કરવા બાબતે સજનપર ગ્રામ પંચાયત દ્વારા રાજ્યના માર્ગ – મકાન વિભાગના મંત્રી પૂર્ણેશકુમાર મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના સજનપર ગામથી પસાર થતો મોરબી જવા માટે રવાપર-ધુનડા, સજનપર-જડેશ્વર સુધીનો આશરે 20 કિ.મી.નો રોડ પાંચ વર્ષ પહેલા બનેલ હતો. આ રોડ પરથી ભારે વાહનો પસાર થતા હોવાથી રોડ તદન બિસ્માર હાલતમાં છે. રોડ પર મોટા-મોટા ગાબડા પડી ગયેલ છે. રોડ મુસાફરો અને બિમાર માણસો માટે માથાના દુઃખાવા સમાન છે.

- text

સજનપર ગ્રામ પંચાયતે મોરબીના જીલ્લા પંચાયતના આર. એન્ડ બી. વિભાગમાં તપાસ કરતા આ રોડ રાજ્ય સરકાર હેઠળ જતો રહેલ હોય તો રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ આ રોડનું તાત્કાલીક નવીનીકરણ કરવા વિનંતી કરવામાં આવી છે.

- text