ટંકારા-રાજકોટ હાઇવે પર ધૂમમ્સને કારણે ગેસ ભરેલા કન્ટેનરની પલ્ટી

- text


સદનસીબે ગેસ લીકેજ ન થતા દુર્ઘટના સહેજમાં અટકી

ટંકારા : ટંકારા-રાજકોટ હાઇવે ઉપર આજે વહેલી સવારે ઘુમમ્સને કારણે ગેસ ભરેલું કન્ટેનર પલ્ટી મારી ગયું હતું. જો કે સદનસીબે ગેસ લીકેજ ન થતા દુર્ઘટના સહેજમાં અટકી હતી. બાદમાં ગેસ કંપનીના કર્મચારીઓએ ગેસ ભરેલા કન્ટેનરને ક્રેઇનની મદદથી લઈ જવા માટે કવાયત હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા-રાજકોટ હાઇવે ઉપર સરકારી આઈટીઆઈ સામે વહેલી સવારે છવાયેલી ઘુમમ્સ અને ઉપરાંત ગાય આડી ઉતરતા પ્રોપેન્ટ ગેસ ભરેલા કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા આ ગેસ ભરેલું કન્ટેનર પલ્ટી મારી ગયું હતું. આથી કન્ટેનરમાં ગેસ ભરેલો હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.જો કે સદભાગ્યે આ કન્ટેનરમાંથી ગેસ લિકેજ ન થતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. બાદમાં ગેસ કંપનીના કર્મચારીઓએ ગેસ ભરેલા કન્ટેનરને ક્રેઇનની મદદથી લઈ જવા માટે કવાયત હાથ ધરી છે.

- text