મોરબી એલસીબીએ ફિલ્મી ઢબે કારનો પીછો કરી 81 હજારનો દારૂ પકડ્યો

- text


વાંકાનેર બાઉન્ડ્રી પાસે દારૂ-કાર સહિત 2.86 લાખના મુદામાલ એક પડકાયો, અન્ય એક ફરાર

મોરબી : મોરબી જિલ્લામાં હમણાંથી પોલીસ દારૂની બદી દૂર કરવા માટે બુટલેગરો ઉપર તૂટી પડી છે. ત્યારે વધુ એક બનાવમાં મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક ફીલ્મીઢબે કારનો પીછો કરી અંગ્રેજી દારૂની બોટલો નંગ-૨૧૬ કી.રૂ.૮૧,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૨,૮૬,૦૦૦ નો મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.

- text

મોરબી એસપી સુબોધ ઓડેદરાએ મોરબી જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિનેસ્ત નાબુદ કરવા માટે એમ.આર.ગોઢાણીયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી સુચના આપતા આજે પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા સ્ટાફના માણસોને આ બાબતે જરૂરી કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પોકોન્સ. વિક્રમભાઇ ફુગીયાને ખાનગીરાહે હકિકત આધારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા પાસે ઇકો કારનો પીછો કરી ઇકો કાર નંબર-GJ-13-AB-6799 વાળીમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેક્ડોવેલ્સ નં-૦૧ સુપ્રીરીયર વ્હીસ્કીની બોટલો નંગ-૨૧૬ કીંમત રૂ.૮૧,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ.૨,૮૬,૦૦૦ નો મુદ્દામાલ સાથે એક આરોપી નવાજભાઇ ઇસુબખાન બાઉદીનભાઇ મહેલાણી/બ્લોચ (ઉ.વ.૨૦ રહે. ચોટીલા)ને ઝડપી લીધો હતો જ્યારે બીજો આરોપી મીતેશભાઇ બટુકભાઇ રાજગોર (રહે. ચોટીલા જી.સુરેન્દ્રનગર) નાસી છૂટ્યો હતો.

- text