ટંકારાના કલ્યાણપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચે ચાર્જ સંભાળ્યો

- text


ઉપસરપંચ તરીકે મનહરભાઈ મોહનભાઇ દુબરીયાની બિનહરીફ વરણી

ટંકારા : ટંકારાના કલ્યાણપર ગ્રામ પંચાયતના નવનિયુક્ત મહિલા સરપંચ ચાર્જ સંભાળ્યો છે. જ્યારે ઉપસરપંચ તરીકે મનહરભાઈ મોહનભાઇ દુબરીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

- text

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે સમરસ સરપંચ અને સભ્યો નિમાયા હતા. જેમા 31 જાન્યુઆરી એ વરણી કરવાની હોય તાલુકા પંચાયતના કિરણબેન જાકાસણિયાની હાજરીમાં તલાટી કમ મંત્રી કિશોરભાઈ ભટાસણા સહિત તમામ સભ્યો હાજર રહી નવા મહિલા સરપંચ ગીતાબેને ચાર્જ સંભાળ્યો હતો અને કલ્યાણપર ગામના સર્વાંગી વિકાસ માટે તેઓ તત્પરતાથી કાર્ય કરવાની ખાતરી આપી હતી.

- text