મોરબી સિરામીક એસોસીએશનના વિટ્રીફાઇડ ડીવીઝનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાનો આજે જન્મદિવસ

- text


એક કંપનીમાં સામાન્ય કર્મચારી તરીકે જોડાયેલા મુકેશભાઈએ જાત-મહેનતથી તે જ કંપની ખરીદી માલિક બન્યા

મોરબી : યુવાન ઉદ્યોગપતિ અને મોરબી સિરામીક એસોસીએશનના વિટ્રીફાઇડ ડીવીઝનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાનો આજે જન્મદિવસ છે. આથી, તેમના મિત્રવર્ગએ તેમને શુભકામનાઓ પાઠવી છે.

સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય….

ઉપરોક્ત વાતને જેમણે પોતાના જીવન-કાર્યમાં આત્મસાત કરી છે એવી જ એક વિરલ પ્રતિભા છે મુકેશભાઈ કુંડારીયા. મુળ ગાળા ગામના રહેવાસી અને “જાત મહેનત ઝીંદાબાદ” માં માનનારા એવા રૂગનાથભાઇના મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલા મુકેશભાઇ એ જે ઉપલ્બ્ધીઓ હાંસલ કરી છે, એ કોઈપણ મધ્યમવર્ગીય માણસ માટે પ્રેરણા સમાન છે. જેમને તાજેતરમા જ જેમને વિટ્રીફાઇડના પ્રમુખ તરીકેની ધુરા સંભાળી તેવા મુકેશભાઇ કુંડારીયાનો આજે જન્મદિવસ છે.

આમ તો સામાન્ય પરીવારમાથી હોવાથી બાળપણમા જ ઘણી જવાબદારીઓ તેમના ઉપર આવી હતી. કહેવાય છે ને કે “ટોપલીમાં તેજ લઈને નિકળી પડો, પાણી વચ્ચેથી રસ્તો થઈ જશે”. બસ, ત્યારપછી શરૂ થઈ તેમની કારકીર્દી અને નાની ઉંમરે અભ્યાસ પુરો કરીને તેમને સુરેન્દ્રનગર ખાતે ફયુઝ બનાવતી એક કંપનીમા સામાન્ય સ્ટાફથી શરૂઆત કરેલ અને તેમની ધગશના કારણે તે જ કંપનીમા મેનેજર સુધી જવાબદારી નિભાવી અને અંતે તે જ કંપની તેમને ખરીદીને આગળ વધ્યા અને ત્યારબાદ મોરબીમા સિરામીક ક્ષેત્રે ઝંપલાવ્યુ અને સેગલ સિરામીક અને ત્યારબાદ વિટ્રીફાઇડ બનાવવા માટે સેગમ કંપનીની સ્થાપના કરી હંમેશા જોખમ લેવાની માનસિકતા અને ગમે તે પરીસ્થિતીનો સામનો કરવાની હિંમતના કારણે તે પ્યુનથી લઇને પ્રમુખ સુધીના સફળતાના શિખરો સર કરી ચુકયા છે.

એક મધ્યમવર્ગના સામાન્ય વ્યક્તિ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર પર જ્યારે માં લક્ષ્મીની કૃપા વરસે ત્યારે જો સામાન્ય માણસ હોય તો અહંકાર અને મદ આવ્યા વગર ના રહે. પરંતુ મુકેશભાઇ તેનાથી પર રહીને હંમેશા બીજાને મદદ કરવાની ભાવના ધરાવે છે. જયારે પણ તેઓ મિત્રો સાથે ગયા હોય તો પહેલા હાથ તેનો ખિસ્સામા જતો આટલા મનના ઉદાર. તેને કયારેય મિત્રતામા હિસાબ કરતા આવડ્યુ જ નહી અને આ સ્વભાવના કારણે તેને સારા મિત્રો મળતા ગયા. અને સાથોસાથ વિશ્વાસ મુકે એટલે પુરો મુકી દે તે તેમની સહજ સ્વભાવ છે.

- text

અને સૌથી મિત્ર તરીકે ફરવા ગયા હોય તો તેને જાળવવો પણ એટલો જ પડે કારણ કે તેને ખોટુ સહન કરવાની વાત આવે એટલે પારો તો ગરમ થઇ જાય અને ખોટા સામે અવાજ ઉઠાવવા માટે નેતૃત્વ કરી લે. જેનો એક અનુભવ તેમના મિત્રોને દિલ્હીથી રીટર્ન આવતા મુંબઇ એરપોર્ટ ઉપર ફલાઇટ કેન્સલ થતા થયો ત્યા પણ નેતૃત્વ લઇને એરલાઇન્સને પરસેવો છોડાવી દીધેલ એટલે ટુંકમા નેતૃત્વની માનસિકતા તેમને રગેરગમા રહેલ છે અને પોતાના માટે નહી પરંતુ બીજા માટે પણ જો ખોટુ થતુ હોય તો પણ તેને ન્યાય આપવા સતત પ્રયત્નશિલ રહેવા માટે સતત તત્પર હોય.

કોરોનાની બીજી લહેર વખતે પણ તેને દિવસ-રાત મહેનત કરીને ઓકસીજન સીલન્ડર હોય કે પછી બેડ કે પછી ઓકસીજન પ્લાન્ટ દરેક વખતે તેમને સતત સાથે રહીને મોરબી સિરામીક એસોસીએશનનુ નામ બહુ જ સારી રીતે સેવા આપીને બીજી લહેરમા લોકોપયોગી કાર્યો દ્વારા ગુજતુ કરવામા સિંહફાળો આપ્યો. વૈશ્વિક માર્કેટમા અને ભારતમા સિરામીક ઉદ્યોગના પ્રમોશન માટે પણ તેને બહુ જ જહેમત ઉઠાવેલ અને વાયબ્રન્ટ એક્સપોમા ખંભેખંભો મિલાવીને ટ્રેડની સતત ચિંતા કરતા રહેલા. અને કોલગેસ હોય કે બીજા પ્રશ્નો તે હંમેશા દોડધામ કરવામા કયારેય થાકે નહી ત્યારે આ રીતે સતત લોકો માટે, સમાજ માટે અને ટ્રેડ માટે દોડતા રહેતા તેવા મુકેશભાઇના જન્મદિવસે સ્વસ્થ, નિરામય અને દિર્ઘાયુ પ્રાપ્ત કરે અને લોકપયોગી કાર્યો થકી માઁ ભારતીની સેવા કરતા રહે તેવી પ્રભુને પ્રાથઁના સાથે જન્મદિવસની ખુબ-ખુબ શુભકામનાઓ તેમને સગા-સંબંધીઓ, મિત્રો અને ઉદ્યોગપતિઓ સહીત ઠેર-ઠેરથી પ્રાપ્ત થઇ રહેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text