મોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

- text


મોરબી : મોરબી શહેરના રણછોડનગરમાં રહેતા હાર્દિકભાઇ ગુણવંતભાઇ વૈષ્ણવ ઉ.વ.૨૬ નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે સિટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

- text