મોરબીના જીવાપર આમરણ ગામે વીજશોક લાગતા બાળકનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના જીવાપર આમરણ ગામે વાડીએ રસ્તે ચાલીને જતા જીવતો વિજવાયર માથે પડતા વીજશોક લાગતા પાંચ વર્ષના બાળકનું મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જીવાપર આમરણ ગામે વાડીએ ચાલીને જતા સંદિપભાઇ મુકેશભાઇ કડેરી ઉ.વ.૦૫ નામના બાળક ઉપર જીવતો વિજવાયર માથે પડતા ઇલેક્ટ્રીક શોક લાગતા મરણ ગયેલ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેસવામાં આવ્યો હતો. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text