વાંકાનેરમાં રહેણાંકમાંથી 22 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

- text


મકતાનપર રોડ ઉપર એક બોટલ દારૂ લઈને નીકળેલો યુવાન પોલીસની ઝપટે

વાંકાનેર : વાંકાનેર સિટી અને તાલુકા પોલીસ મથક ટીમ દ્વારા અલગ અલગ બે કિસ્સામાં વિદેશી દારૂની 23 બોટલ પકડી પાડવામાં આવી છે. જો કે વાંકાનેર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપાયો હતો પરંતુ ધંધાર્થી પોલીસને હાથ લાગ્યો ન હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વીશીપરા મીલ સોસાયટીમાં દરોડો પાડી લક્ષ્મણભાઈ ઉર્ફે લખુભા નકુભા સાદૈયાના રહેણાંકમાંથી પાસ પરમીટ કે આધાર વગર વગર ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ મેકડોવેલ નંબર વનની બોટલ નંગ-22 કીમત રૂ. 8250 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે મકતાનપર રોડ ઉપરથી જાલી ગામના અજીતભાઇ દીનેશભાઇ રાતૈયાને મેકડોવેલ્સ નંબર-1 સુપીરીયર વ્હીસ્કીની બોટલ નંગ-1 કી.રૂ.375 સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text