મોરબીમાં કરફ્યુમાં ચા – ગાંઠિયાનો ધંધો કરતા ત્રણ દંડાયા

- text


જાહેરનામા ભંગ બદલ મોરબી, વાંકાનેર અને માળીયામાં કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં મોરબી શહેર અને વાંકાનેરમાં રાત્રી કરફ્યુ અમલમાં હોવા છતાં રાત્રીના કારણ વગર આંટા ફેરા કરનાર અને ચા ગાંઠિયાનો ધંધો ચાલુ રાખનાર સહિત અડધો ડઝન આરોપીઓ સામે પોલીસે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી હતી.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે રાત્રી કરફ્યુ દરમિયાન કંડલા બાયપાસ રોડ ઉપર ધ્રુવ હોસ્પિટલ પાસે ચાની હોટલ ખુલ્લી રાખનાર રણજીતભાઈ નરસંગભાઈ વિરડા, ગાંધી ચોકમાં માસ્ક વગર આંટાફેરા કરનાર કરણભાઈ સુકેતુભાઈ દોશી, નગરપાલિકા નજીક પુરી શાક ગાંઠિયાની લારી ખુલ્લી રાખી રાત્રીના વ્યાપાર કરતા મોહનલાલ મણિલાલ મકવાણા અને નગર દરવાજા ચોકમાં કરફ્યુ ચાલુ હોવા છતાં ભવાની ગાંઠિયા નામની લારી ખુલ્લી રાખનાર મહેબૂબ જાફરશા દીવાન વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

- text

આ ઉપરાંત સિટી બી ડિવિઝન પોલીસે સર્કિટ હાઉસ સામેથી ભરતભાઇ અમરશીભાઈ કુંઢીયા નામના વ્યક્તિને રાત્રી કરફ્યુ દરમિયાન માસ્ક વગર આંટાફેરા કરતા ઝડપી લીધો હતો. જ્યારે વાંકાનેર સિટી પોલીસે જીનપરા જકાતનાકા નજીકથી રમણિકભાઈ કેશુભાઈ મકવાણાને માસ્ક પહેર્યા વગર મોડી રાત્રે આંટાફેરા કરતા પકડી પાડી જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

ઉપરાંત માળીયા પોલીસે માળીયા મિયાણાના વાગડીયા ઝાંપા નજીકથી મુસ્તકભાઈ મુરદભાઈ ભટ્ટી નામના વ્યક્તિને કોરોના મહામારીમાં માસ્ક પહેર્યા વગર મળી આવતા જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નિત્ય ક્રમ જાળવી રાખ્યો હતો.

- text