મોરબીના શિક્ષિકા અંગ્રેજી વિષયમાં Ph.D. થયા

- text


મોરબી : મોરબીની ધી વી.સી. ટેકનીકલ હાઈસ્કુલમાં ફરજ બજાવતા કિરીટભાઈ ત્રિવેદીના પુત્રી શ્વેતા ત્રિવેદીએ તાજેતરમાં પી.એચ.ડી.ની ડીગ્રી અંગ્રેજી વિષયમાં પ્રાપ્ત કરી સમગ્ર બ્રહ્મસમાજ ગૌરવ વધાર્યુ છે.

- text

તેઓએ A STUDY OF THE ASPECTS OF CULTURAL ANTROPOLOGY IN A. K. RAMANUJAN’S POETRY વિષય પર ડો. રચિત કાલરીયાના માર્ગદર્શન હેઠળ સંશોધનકાર્ય કરેલ હતું. તેમના આ મહાશોધ નિબંધને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ માન્ય રાખી પી.એચ.ડી.ની ડીગ્રી એનાયત કરેલ છે. તેઓએ આ સિદ્ધિ મેળવી ત્રિવેદી પરિવાર અને સમસ્ત બ્રહ્મસમાજનું ગૌરવ વધાર્યું છે. તેઓ હાલમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં અંગ્રેજી વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે.

- text