પ્યાસીઓ ચેતજો ! દેશી દારૂ સાથે ઝડપાયેલો બુટલેગર કોરોના પોઝિટિવ આવ્યો

- text


માટેલ નજીકથી એલસીબીએ મોટર સાયકલ ઉપર દેશી દારૂની હેરફેર કરતા દેશી બુટલેગરને દબોચી કોરોના ટેસ્ટ કરાવ્યો

વાંકાનેર : વાંકાનેરના માટેલ નજીકથી મોટર સાયકલ ઉપર દેશી દારૂની હેરફેર કરતા દેશી બુટલેગરને એલસીબી ટીમે 140 લીટર દેશી દારૂ સાથે ઝડપી લઈ કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવતા પોલીસ પણ મુશ્કેલીમાં મુકાઈ હતી. હાલ આ બુટલેગરને આઇસોલેટ કરી રૂપિયા 10,000ની કિંમતનું મોટર સાયકલ અને રૂ.2800ની કિંમતનો દેશી દારૂ કબ્જે લેવાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ લાભુભાઇ કુગસીયાએ માટેલ રોડ ઉપરથી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના કાનપુર ગામના અને હાલ માટેલ પ્રાથમીક શાળાની બાજુમાં ખરાબામાં ઝુપડામાં રહેતા જયંતીભાઇ ઉર્ફે મુન્ડી કાનજીભાઇ માથાસુર્યાને માટેલ રોડ ઉપર સીમ્બોસા સીરામીક પાસેથી ગ્લેમર મોટરસાયકલ ઉપર દારૂની હેરફેર કરતા 140 લીટર દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો.

- text

વધુમાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપીનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ આવતા હાલ આરોપીની અટકાયત કરવામાં આવી નથી. આ મામલે પોલીસે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવી 10 હજારની કિંમતનું મોટર સાયકલ અને રૂ.2800નો દેશી દારૂ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો છે. બીજી તરફ કોરોના પોઝિટિવ વ્યક્તિ દારૂ વેચતી હોય બંધાણીઓ માટે પણ કોરોના સંક્રમણ થવાનો ખતરો જોવાઇ રહ્યો છે.

- text