રોહીશાળાથી મોરબી અને રાજકોટની નવી બસ સેવા શરૂ કરવા માંગ

- text


ટંકારા: મુસાફરોને યોગ્ય રૂટની બસ મળી રહે તે માટે ટંકારા તાલુકાના રોહીશાળાથી મોરબી અને રાજકોટ વચ્ચેની નવી બસ સેવા શરૂ કરવા જાગૃત નાગરિકોએ માંગ ઉઠાવી છે.

છેલ્લા બે વર્ષથી ટંકારા તાલુકાના છેવાડાના આશરે ૧૦ ગામડાના લોકોને રોહીશાળાથી સવારના સમયે મોરબી જવાની એક પણ બસ મળતી ન હોય તેમજ ટંકારા અને પડધરી તાલુકાના 20 ગામડાના લોકોને સવારના સમયે રાજકોટ જવાની એક પણ બસ મળતી ન હોય આથી વિદ્યાર્થીઓ, ગ્રામજનો,નોકરિયાતોને રોજબરોજ ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે.ત્યારે રોહીશાળાથી મોરબી વચ્ચે અને રોહીશાળાથી રાજકોટ વચ્ચેની નવી બસ સેવા શરૂ કરવા વાહન વ્યવહાર મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

સવારના 6:15 કલાકે રોહીશાળાથી મોરબી વાયા નેકનામ, હમીરપર,મીતાણા અને ટંકારાથી થઇ મોરબી સુધીની બસ સવારે 6:30 કલાકે ઉપાડી પરત સાંજના 6:30 કલાકે પહોંચે તેમજ બીજી બસ રોહીશાળાથી રાજકોટ વાયા નેકનામ દહીસરડા, ઉકરડા, પડધરીથી થઈ રાજકોટ સુધીની બસ સવારે 6:30 કલાકે ઉપાડી સાંજે પરત 7:00 કલાકે પહોંચે તે પ્રકારની વ્યવસ્થા કરી બંને નવા રૂટ શરૂ કરવા માંગ ઉઠાવી છે.

- text