હળવદના રણમલપુર ગામમાં ધમધમતી જુગાર કલબ ઝડપાઇ : 1.12 લાખ રોકડા કબ્જે

- text


હળવદના નવનિયુકત પીઆઇએ સપાટો બોલાવતા જુગારીઓમાં ફફડાટ : છ જુગારી ઝડપાયા

હળવદ : સુખી સંપન્ન હળવદ તાલુકામાં જુગારની બદીએ માઝા મૂકી છે ત્યારે હળવદ પોલીસ મથકમાં મુકાયેલા નવનિયુક્ત પીઆઇ દ્વારા જુગારની બદી નાબૂદ કરવા સપાટો બોલાવાનું શરૂ કરી આજે રણમલપુર ગામની સીમમાં વાડીએ ધમધમતી જુગાર કલબ ઉપર દરોડો પાડી અડધો ડઝન જુગારીઓને રૂ.1.12 લાખની રોકડ સાથે ઝડપી લેતા શકુનીના આશિકોમાં ફફડાટ મચી ગયો છે.

આજે હળવદ પીઆઇના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે રણમલપુર ગામની સીમમાં આરોપી સુરેશભાઈ જગદીશભાઈ પારેજીયાની વાડીમાં જુગારની મહેફિલ જામી હોવાનું અને બરોબરનું ફિલ્ડ જામ્યું હોવાની સચોટ બાતમી મળતા દરોડો પાડ્યો હતો.

- text

દરોડા દરમિયાન વાડીમાં તિનપતિના દાવ માંડનાર સુરેશભાઈ જગદીશભાઈ પારેજીયા, હસમુખભાઈ હરખાભાઈ રહે. જસમતપુર, દિલીપભાઈ કરસનભાઈ પટેલ રહે. રણમલપુર, હસમુખભાઈ અંબાલાલભાઈ શાહ રહે. ધાંગધ્રા, જગદીશભાઈ કેશવજીભાઇ દલસાણીયા રહે. ઈસદ્રા-વાવડી અને હરેશભાઈ દલીચંદ લોરીયા રહે. હળવદ વાળા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા1.12 લાખ કબ્જે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરતા હળવદ પોલીસ મથકમાં ફોન પણ ભલામણોથી રણકી ઉઠ્યા હોવાનું જાણવા મળે છે.

- text