માળિયાના વેજલપર નજીક ટ્રક હેવી વિજલાઈન સાથે ટકરાયો : ધડાકા-ભડાકા

- text


 

માળિયા : માળિયાના વેજલપર નજીક આજે સાંજના સમયે એક ટ્રક પવનચક્કીની હેવી વિજલાઈન સાથે અથડાતા ધડાકા – ભડાકા થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે આ અકસ્માતની ઘટનામાં પણ ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળિયા તાલુકાના વેજલપર નજીક આજે સાંજના સમયે પવનચક્કીની હાઈ વોલ્ટેજ વીજલાઈનના પોલ સાથે ટ્રક ચાલકે ધડાકાભેર ટ્રક અથડાવતા અકસ્માત સર્જાયો હતો અને ધડાકાની સાથે ભડકો પણ થયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

- text

હેવી વીજ પોલ સાથે ટ્રક અથડાતા ધડાકા ભડાકા થયા હતા અને અકસ્માત સર્જી ટ્રક ચાલક નાસી છુટ્યો હતો.અકસ્માત બાદ વેજલપરમાં રહેણાંક વિસ્તારમાં જોરદાર ભડાકો થતા લોકોમા નાસભાગ મચી ગઈ હતી.

- text