મોરબી જુના બસસ્ટેન્ડમાં બસમાં ચડવા જતા મુસાફરના પગ ઉપર ટાયરનો જોટો ફરી વળ્યો

- text


બપોરના સમયે ધક્કા મુકીમાં રાજકોટ જવા માંગતા મુસાફર હોસ્પિટલે પહોંચ્યા

મોરબી : મોરબી જુના બસ સ્ટેન્ડમાં સુચારુ વ્યવસ્થાના અભાવે બસ આવ્યે કાયમી ધક્કા મૂકી અને ગિરદી થતી હોય છે ત્યારે ગઈકાલે આવી જ અફડા તફડી વચ્ચે ડ્રાઇવરે બસ હંકારી મુક્ત એક મુસાફરના બન્ને પગ ઉપર ટાયરનો જોટો ફરી વળતા મુસાફર રાજકોટને બદલે હોસ્પિટલે પહોંચી ગયા હતા.

મોરબી – રાજકોટ વચ્ચે દરરોજ એકસો જેટલી ઇન્ટરસિટી બસ દોડતી હોવા છતાં જુના બસ સ્ટેન્ડથી રાજકોટ જતી તમામ બસમાં મુસાફરો બસ આવે ત્યાં જ બારીએ ચોંટી જઈ થેલા થેલી ફેંકી જગ્યા મેળવવા માટે હવાતિયાં મારતા હોય છે અને બસમાં ચઢવા માટે પણ કાગારોળ મચાવતા હોય છે એમ છતાં મોરબી ડેપો મેનેજર દ્વારા આવી પ્રવૃત્તિ રોકવા જરૂરી સિક્યોરિટી ગાર્ડ મુકવા આજદિન સુધી તસ્દી લેવાય નથી ત્યારે આવી જ અફરાતફરીમાં ગઈકાલે મોરબી ઘાંચી શેરીમાં રહેતા મહેબુબભાઇ કાસમભાઇ બોઘાના બન્ને પગ ઉપર બસના ટાયરનો જોટો ફરી વળ્યો હતો.

- text

વધુમાં ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા મહેબુબભાઇ કાસમભાઇ બોઘાને ઘરકામ સબબ રાજકોટ જવું હોવાથી બસ સ્ટેન્ડમાં રાહ જોઇને ઉભા હતા ત્યારે એસ.ટી.બસ રજી.નં. જીજે-૧૮-જેડ-૬૫૧૧ આવી હતી.પરંતુ બસમાં ચઢવા ગિરદી હોવાથી મહેબૂબભાઈ બસમાં ચડવા કોશિશ કરતા હતા ત્યાં જ બસ ચાલકે બસ હંકારી મુકતા મહેબૂબભાઈના બન્ને પગ ઉપર ટાયરનો જોટો ફરી વળ્યો હતો. ઘટના અંગે મહેબૂબભાઈના પરિવારજનોને જાણ થતાં તુરત જ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આ મામલે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text