હળવદથી સસરાને તેડવા જતા યુવાનને ક્રેટા કાર રૂપે કાળ આંબી ગયો

- text


હળવદ – સરા રોડ ઉપર ક્રેટા કાર ચાલકે બાઈકને ઠોકર મારતા યુવાનનું મોત

હળવદ : હળવદથી દાધોરીયા ગામે સસરાને તેડવા બાઈક ઉપર જઈ રહેલા યુવાનને ક્રેટા કાર ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. આ જીવલેણ અકસ્માત સર્જ્યા બાદ ક્રેટા કારનો ચાલક કાર રેઢી મૂકી નાસી છૂટ્યો હતો.

અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના લાંબીદેરી વિસ્તારમાં રહેતા અર્જુનભાઇ નગીનભાઇ મકવાણા ઉ.32 ગઈકાલે પોતાના સગાનું બાઈક લઈને દાધોરીયા ગામે રહેતા તેના સસરાને તેડવા જતા હતા ત્યારે હળવદ સરા રોડ ઉપર ઘનશ્યામપુર ગામથી દોઢેક કિ.મી. આગળ GJ-36-L-4750 નંબરની ક્રેટા કારના ચાલકે અર્જુનભાઈના બાઈક સાથે અકસ્માત સર્જતાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

- text

આ ઘટના અંગે મૃતકના ભાઈને ફોન દ્વારા કોઈ રાહદારીએ જાણ કરતા અશોકભાઇ નગીનભાઇ મકવાણાએ અકસ્માત સર્જી કાર રેઢી મૂકી ચાલ્યા ગયેલા કાળા કલરની ક્રેટા કાર નંબર GJ-36-L-4750 નો ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text