ફઈ સાથે હસી મજાક કરનાર વૃદ્ધને પરલોક પહોંચાડનાર ઘૂંટું ગામનો મુન્નો ઝડપાયો

- text


મોરબી તાલુકા પોલીસે ગણતરીની કલાકમાં આરોપીને દબોચી લઈ રૂ.16 હજાર કબ્જે કર્યા : લાશને સગેવગે કરવામાં મદદ કરનાર આરોપી વિરુદ્ધ પણ ગુન્હો

મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ નજીક ઘરેથી વાડીએ ગયેલા વૃદ્ધની લાશ મળી આવવાની ભેદભરમ વાળી ઘટનામાં તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખી હત્યારા મુન્ના મેરને ઝડપી લીધો છે અને લાશને સગેવગે કરવામાં સાથ આપનાર મુન્નાના મિત્ર વિરુદ્ધ પણ ગુન્હો નોંધી મદદગારી કરવા સબબ ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના હાથે ઝડપાયેલ મુન્નાએ મૃતક ધરમશીભાઈ મુન્નાના ફઈ સાથે હસી મજાક કરતા હોય હત્યા કર્યાની કબૂલાત આપી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે બપોર બાદ ઘુંટુના ધર્મગોલ્ડ પ્લોટીંગ નજીક ઘુંટુ ગામના ધરમશીભાઈ પરેચા ઉ.68ની લાશ મળી આવવા મામલે મૃતકના પુત્ર અશોકભાઇ ધરમશીભાઇ પરેચાએ હત્યાના બનવામાં શકદાર તરીકે ઘુંટુ ગામમાં જ રહેતા મુન્નાભાઇ સોમાભાઇ મેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવ્યાના કલાકોના સમયગાળામાં જ મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયાની ટીમે હત્યાનો ભેદ ઉકેલી નાખી શકમંદ મુન્ના મેરને ઉપાડી લઈ પૂછપરછ કરતા મુન્ના મેરે મૃતક ધરમશીભાઈ મજાક મસ્તી કરતા હોય હત્યા કરી નાખ્યાની કબૂલાત આપી છે.

- text

હત્યાનો ભેદ ઉકેલાઈ જતા મોરબી ડીવાયએસપી પઠાણે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મૃતક ધરમશીભાઈ હત્યારા મુન્નાની ફઈ સાથે મજાક મસ્તી કરતા હોવાથી ગામલોકો મેણા ટોણા મારતા હોવાથી મજાક મસ્તી કરતા હોવાથી તેને હત્યા કર્યાનું કબુલ્યું છે. ઉપરાંત મૃત્યુ સમયે ધરમશીભાઈ પાસે રૂપિયા 16 હજારની રકમ હોય જે મુન્નાએ લૂંટી લીધા હતા તે રકમ પણ પોલીસે કબ્જે કરી છે.

ઉલ્લેખનીય છે એ, ઘુંટુ ગામે જ રહેતા હત્યારા મુન્નાએ ધરમશીભાઈની હત્યા કર્યા બાદ લાશને સગેવગે કરવા તેના મિત્ર વિક્રમ શંભુભાઈ રાઠોડની મદદ લીધી હોય પોલીસે હત્યાના આ બનાવની તપાસમાં વિક્રમનું નામ ખોલાવી લાશને સગેવગે કરવામાં મદદગારી બદલ ગુન્હો દાખલ કરી વિક્રમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text