મોરબીના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયની અમદાવાદ એટીએસમાં બદલી

- text


 

મોરબી : રાજ્ય સરકાર દ્વારા 58 જેટલા નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી)ની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં મોરબી એસસીએસટી સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયની અમદાવાદ એટીએસના નાયબ પોલીસ અધિક્ષક તરીકે બદલી કરવામાં આવી છે. જો કે મોરબી જિલ્લાની આ જગ્યાએ બીજા કોઈ અધિકારીનું પોસ્ટિંગ કરવામાં આવ્યું નથી.

- text