મોરબી એસટી ડેપોના કેશિયર ઉપર નજીવી બાબતે છરીથી હુમલો

- text


 

માવો-ફાકી આપવાનો ઇનકાર કરતા પટ્ટાવાળા સહિત બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીના એસટી ડેપોમાં માવો-ફાકી આપવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ હતી. જેમાં માવો આપવાનો ઇનકાર કરનાર એસટી ડેપોને કેશિયર ઉપર પટ્ટાવાળા સહિત બે શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

મોરબી એ ડિવિજન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ યદુનંદન સોસાયટીમાં રહેતા અને મોરબી નવા બસ સ્ટેન્ડ એસટી ડેપોમાં કેશિયર તરીકે ફરજ બજાવતા નરવીરસિંહ રણજીતસિંહ ઝાલાએ આરોપીઓ મુસ્તાક અબ્દુલભાઇ ચાનીયા તથા એક અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવી હતી કે આજે સવારે 8-30 વાગ્યાની આસપાસ ફરિયાદી નરવીરસિંહ રણજીતસિંહ ઝાલા એસટી ડેપોમાં ફરજ ઉપર હતા. તે સમયે બન્ને આરોપીઓ તેમની પાસે આવ્યા હતા અને તેમની પાસે માવો ફાકી માંગ્યો હતો.પરંતુ ફરિયાદી પોતે માવો ખાતા ન હોવાનું કહીને માવો-કાફી આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આથી આ મામલે માથાકૂટ થતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ ફરિયાદીને છરીથી હુમલો કરી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આથી એસટી ડેપોને કેશિયરને ઇજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આ બનાવની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- text