વાંકાનેર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનું સેન્ટર આપો

- text


એપીએમસીના ચેરમેન શકીલ પીરઝાદાની જિલ્લા કલેકટરને રજૂઆત

વાંકાનેર: વાંકાનેર માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માટેનું સેન્ટર આપવા એપીએમસીના ચેરમેન શકીલ પીરઝાદાએ સરકારને રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે વાંકાનેર વિસ્તારમાં ચણાનું મોટાપાયે વાવેતર થયું છે.વર્ષ 2020-21માં સરકારે વાંકાનેર તાલુકામાં માર્કેટયાર્ડમાં ખરીદી સેન્ટર શરૂ કર્યું હતું.ત્યારે આ વખતે પણ ટેકાના ભાવે ચણાની ખરીદીનું સેન્ટર ફાળવવા આજરોજ જિલ્લા કલેકટર તેમજ નાયબ જીલ્લા મેનેજર (જીએસસીએસસીએલ)ને રજૂઆત કરી છે.

- text

વાંકાનેર માર્કેટયાર્ડમાં ચણાની ખરીદીનું કેન્દ્ર આપવામાં આવે તો માર્કેટયાર્ડમાં આવતાં ખેડૂતોને તેનો લાભ મળશે. તેમજ નાનામાં નાના ખેડૂતોને પોતાના માલની ઊંચી કિંમત મળે તે માટે વાંકાનેર યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનું કેન્દ્ર શરુ કરવા રજૂઆત કરી છે.

- text