મોરબીની શાળાઓમાં રાષ્ટ્ર પુરુષ પુસ્તક અર્પણ કરતું યંગ ઈન્ડિયા ગ્રૂપ

- text


પુસ્તકમાં ડો.ભીમરાવ આંબેડકરના જીવનને ટુંકાણમાં ઉલ્લેખ

મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના સંકલનથી ડો.બાબા આંબેડકરના જીવન પર કિશોર મકવાણાની કલમે લખાયેલ પુસ્તક રાષ્ટ્ર પુરુષ પુસ્તક મોરબી જિલ્લાની 600 જેટલી સરકારી પ્રાથમિક શાળામાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા અર્પણ કરાયું હતું.આ પુસ્તકમાં ડો.ભીમરાવ આંબેડકરના જીવનને ટુંકાણમાં લખાયું છે.જેથી લોકો સરળતાથી ડો.ભીમરાવ આંબેડકરના જીવનને સમજી-જાણી શકે.

ડો.ભીમરાવ આંબેડકર માત્ર બંધારણ નિર્માતાઅસ્પૃશ્યતા સામે લડનાર,સામાજિક યોદ્ધા,અર્થશાસ્ત્રી,મહિલા સશક્તિકરણ માટે ઝઝૂમનાર નેતા કે દલિત નેતા જ નહોતા તેઓ એક મહાન રાષ્ટ્ર નિર્માતા હતા.ડો.બાબાનું વ્યક્તિગત ઘણું વિરાટ અને ઉતંગ હતું.”નેશન ફર્સ્ટ” એમના દરેક કાર્ય અને વિચારના કેન્દ્રમાં રહ્યું હતું. તેમણે હંમેશા રાષ્ટ્રની ચિંતા કરી હતી.તેમણે એક નવો જ ચિંતન રજૂ કર્યું હતું કે રાષ્ટ્ર અને શક્તિશાળી બનાવવુ હોય તો પ્રત્યેક વ્યક્તિને સ્વતંત્રતા, સમતા અને બંધુત્વના વ્યવહારનો અનુભવ થવો જોઈએ .

બાબાસાહેબે ધાર્મિક સામાજિક,રાજકીય,આર્થિક જેવા વિષયો પર વિપુલ પ્રમાણમાં લખ્યું હતું અને ભાષણોનો કર્યા હતા.આ બધામાં એમનો રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ પ્રતિબિંબિત થતો જોઈ શકાય છે.એનો આપણે સૂક્ષ્મતાથી અભ્યાસ કરીએ તો એમાં મહાન રાષ્ટ્ર પુરુષના દર્શન થાય છે.રાષ્ટ્રનિર્માણમાં બાબાસાહેબનું યોગદાન ઐતિહાસીક છે.

રાષ્ટ્રનિર્માણ સામાન્ય કામ નથી.રાષ્ટ્રનિર્માતાએ પોતાના રાષ્ટ્રનો ઈતિહાસ,ધર્મ પરંપરા,સમાજ વ્યવસ્થા,રાજકીય ઇતિહાસ,લોક પરંપરા,સાંસ્કૃતિક અને લોકમાનસ વગેરે વિષયોનું સૂક્ષ્મ જ્ઞાન હોય એ જરૂરી છે.રાજનેતાઓ પોતાની પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે.ભવિષ્યની પેઢી કાળાંતરે એનું સ્મરણ કરે છે. રાષ્ટ્રનેતાનું સ્મરણ ભવિષ્યની પેઢી એ કરવું પડે છે કારણ કે તેમનું કાર્ય અને વિચાર આવનારી દરેક પેઢીને સ્પર્શ કરનારો હોય છે.

- text

રાષ્ટ્ર નિર્માણ કરનાર નેતાઓમાં સાત ગુણો હોય એ જરૂરી છે,જેમાં રાષ્ટ્ર બાબતે સ્પષ્ટ દ્રષ્ટિકોણ હોવો જોઈએ.રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં પોતાની જાતને સમર્પિત કરવી.સામાજિક તેમજ રાષ્ટ્રનિર્માણનો ગહન અભ્યાસ-જ્ઞાન કરવું.શ્રેષ્ઠસ્તરનું ચરિત્ર હોવું.લોક સંગઠન કરવાની અદભૂત ક્ષમતા હોવી.રાષ્ટ્રનિર્માણ તરફ દોરી જાય એવો રોડમેપ બનાવવો.નેતૃત્વ કરવાની અસાધારણ ક્ષમતા ડોક્ટર બાબા આંબેડકર આવા જ મહાપુરુષ હતા.તેમના જીવનમાં આ બધા ગુણો ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. ભારત અને રાષ્ટ્રીય પ્રશ્નો તરફ જોવાનો દ્રષ્ટિકોણ અહીં આપેલા ત્રણ વિધાનોથી સમજાઈ જશે.તેમના જીવનનો ઉદ્દેશ્ય શું હતો? અસ્પૃશ્ય સમાજના ઉત્થાનનું કાર્ય એ સૌથી મહાન રાષ્ટ્ર કાર્ય – દેશસેવા છે, તેમના ઉત્થાન માટે પુરુષાર્થ કરવો એટલે ભારતીય રાષ્ટ્ર તથા વિશ્વની સેવા કરવા સમાન છે.

૧૯૨૦માં તેમણે રાષ્ટ્રના વિકાસની ચિંતા કરતા મુકનાયક સામયિકમાં લખ્યું હતું કે આપણા વિશાળ રાષ્ટ્રને જુઓ તેની શું સ્થિતિ છે? અને નાનકડા જાપાની સ્થિતિ શું હતી? અને આજે એ જાપાની પ્રગતિ કરી દુનિયાના મુખ્ય રાષ્ટ્રમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે હિન્દુસ્તાનમાં આજે કૃત્રિમ જાતિભેદ છે.તે ત્યાં પણ અસ્તિત્વમાં હતો પરંતુ સામુરાઈજાતિના વરિષ્ટ વ્યક્તિઓએ પોતાના જાતિગત અહંકાર છોડી પોતાના અજ્ઞાની અને દુઃખી બંધુઓને જ્ઞાની અને સુખી બનાવ્યા તેમનામાં પ્રેમ સંપાદનથી તેમનામાં પોતીકાપણાની નવી રાષ્ટ્ર ભાવના ઉત્પન્ન કરી હતી.

આ પુસ્તકમાં ડૉ બાબા આંબેડકરના જીવનને ખૂબ જ ટૂંકમાં લોકો વચ્ચે લાવવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે.બાબાસાહેબના મહાસાગર જેવા વ્યક્તિત્વનું એક નાનકડું બિંદુ માત્ર છે.આ રાષ્ટ્ર પુરુષ યંગ ઈન્ડિયા ગ્રુપ મોરબી દ્વારા 600 સરકારી પ્રાથમિક શાળામાં અર્પણ કરવામાં આવેલ છે. આ પુસ્તકના વાંચન થકી હજારો બાળકો ડો.બાબાસાહેબના જીવન કવનને જાણી શકશે,સમજી શકશે.પુસ્તક આપવા બદલ તમામ શાળાઓ અને વિદ્યાર્થીઓ વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબી યંગ ઈન્ડિયા ગ્રુપનો ઋણ સ્વીકાર કરે છે.

- text