હદપાર થયેલી બુટલેગર સોનકીએ હદ વટાવી : 5000ના દેશીદારૂ સાથે ઝડપાઇ

- text


સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા હદપારી ભંગ અને પ્રોહિબિશન એકટ મુજબ બબ્બે ગુન્હા દાખલ કરાયા

મોરબી : મોરબી કલેકટર કચેરી નજીક માળીયા વનાળીયા સોસાયટીમાં સીટી બી ડીવીઝન પોલીસે દરોડો પાડી રાજકોટ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર સહિત પાંચ જિલ્લામાંથી હદપાર થયેલી સોનલ ઉર્ફે સોનકી નામની મહિલા બુટલેગરને રૂપિયા 5000ના દેશીદારૂ સાથે ઝડપી લઈ હદપારી ભંગ અને પ્રોહિબિશન એકટ મુજબ બબ્બે ગુન્હા દાખલ કર્યા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે સો-ઓરડી કલેકટર કચેરી નજીક આવેલ માળીયા વનાળીયા સોસાયટીમાં બાતમીને આધારે દરોડો પાડી રાજકોટ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર સહિત પાંચ જિલ્લામાંથી હદપાર થયેલી સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયાના મકાનમાં દરોડો પાડી રૂપિયા 5000ની કિંમતનો દેશીદારૂનો જથ્થો ઝડપી લઈ હદપારી ભંગ કરનાર સોનલ ઉર્ફે સોનકી વિરુદ્ધ હદપારી ભંગ અને પ્રોહિબિશન એકટ મુજબ બબ્બે ગુન્હા દાખલ કર્યા હતા.

- text