મોરબીના વિશિપરામાં વિદેશી દારૂ – બિયરનો જથ્થો અને ઘાતક હથિયાર મળ્યા

- text


બુટલેગર ફરાર : પોલીસે ઓરડીમાંથી છરી, તલવાર અને ગુપ્તી સહિતના ઘાતક હથિયારો જપ્ત કરી અલગ ગુન્હો નોંધ્યો

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વિશિપરા વિસ્તારમાં એક ઓરડીમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડવાની સાથે ઓરડીમાંથી છરી, તલવાર અને ગુપ્તી જેવા ઘાતક હથિયારો મળી આવતા અલગથી ગુન્હો દાખલ કર્યો છે.

મોરબીના વિશિપરા વિસ્તારમાં સિટી બી ડિવિઝન પોલીસે સચોટ બાતમીને આધારે રોહીતભાઇ ઉર્ફે બલુભાઇ બાબુભાઇ કોળીની ઓરડીમાં દરોડો પાડતા ઓરડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-35 કિંમત રૂ.13125, કિંગ ફિસર બીયર ટીન નંગ-36 કિંમત રૂ.3600 અને કાચની બીયરની બોટલ નંગ-16 કિંમત રૂ.1600 મળી કુલ 18,325નો દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી બુટલેગર રોહીતભાઇ ઉર્ફે બલુભાઇ બાબુભાઇ પોલીસને હાથ લાગ્યો ન હતો.

- text

વધુમાં પોલીસે રોહીતભાઇ ઉર્ફે બલુભાઇ બાબુભાઇ કોળીની કબજા વાળી ઓરડીમાંથી છરી, તલવાર અને ગુપ્તી જેવા ઘાતક હથિયારો પણ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ ઉપરાંત ઘાતક હથિયારો મામલે જીપી એકટની કલમ 135 મુજબ અલગથી ગુન્હો નોંધી ફરાર થઈ ગયેલા રોહીતભાઇ ઉર્ફે બલુને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

 

- text