મોરબીના ઘુંટુ રોડ ઉપર ડમ્પરે બાઈક ચાલક યુવાનને કચડી નાખ્યો

- text


અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર રેઢું મૂકી ચાલક ફરાર

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં કાળમુખા ડમ્પર ચાલકોનો ત્રાસ દિવસે – દિવસે વધી રહ્યો છે ત્યારે ગઈકાલે સાંજે ઘુંટુ રોડ ઉપર કનૈયા પાન નજીક ડમ્પર ચાલકે પરપ્રાંતીય બાઈક ચાલકને હડફેટે લઈ કચડી નાખતા યુવાનનું મોત નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર ગઈકાલે સાંજના સમયે ડમ્પર ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ-03-AT-3859ના ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ડમ્પર ચલાવી રોડ ઉપર પસાર થઈ રહેલા બાઈક નંબર GJ-18-AN-0734ને પાછળથી ઠોકર મારતા બાઈક ચાલક મંજુનાથ બસપ્પાભાઇ અકકી ઉ.44નું ડમ્પરના ટાયરમા આવી જતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

વધુમાં અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન રેઢું મૂકી નાસી ગયો હતો. આ બનાવ અંગે મૂળ કર્ણાટક હુબલીના વતની અને હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા મૃતકના સાળા નાગરાજભાઇ ટોલીયાગોડાભાઇ ઉમાચેડી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text