હળવદમાં રણ વિસ્તારમાં કિશોરીઓ અને સગર્ભાઓને પોષણ કીટનું વિતરણ

- text


હળવદ : હળવદમાં આંગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનો દ્વારા અગરિયાઓના બાળકો, કિશોરીઓ, ધાત્રી તેમજ સગર્ભા બહેનોને સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હળવદ તાલુકાના cdpo મમતાબેન,મોરબી જિલ્લા કોર્ડીનેટર અગરીયા હિતરક્ષક મંચના મારુતસિંહ બી.બારૈયા તેમજ ટિકર ગામની આંગણવાડી વર્કર્સ અને તેડાગર બહેનો દ્વારા તાલુકાના રણવિસ્તારમાં અગરિયાઓના બાળકો,કિશોરીઓ,ધાત્રી તેમજ સગર્ભા બહેનોને સુખડી તેમજ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મમતાબેન, મારુતસિંહ બી.બારૈયા,ટિકર ગામની આંગણવાડીની વર્કર બહેનો તેમજ તેડાગર બહેનો ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ અંતર્ગત અગરિયાઓના 0થી 3વર્ષના 60 બાળકોને સુખડીનું વિતરણ, 40 કિશોરીઓ,20 ધાત્રીબહેનો તેમજ 10 સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text