રોજગારઈચ્છુકો પ્રોફાઇલ એપ્રુવ કરાવવા રોજગાર કચેરીનો સંપર્ક સાધી શકશે

- text


અનુબંધમ્ વેબપોર્ટલ પર ઉમેદવાર રોજગાર કચેરી ખાતે જાતે ઉપસ્થિત રહી પોતાની પ્રોફાઇલ એપ્રુવ કરાવવાની રહેશે

મોરબી : જિલ્લા રોજગાર કચેરી ખાતે રોજગારવાંચ્છુ નોંધાયેલ ઉમેદવારોનો ડાટા અપલોડ કરવામાં આવેલ છે, જેને ઉમેદવારોએ જાતે ચકાસી, આધાર કાર્ડ અને ફોટો અપલોડ કરી પ્રોફાઇલ એપ્રુવ કરવાની રહે છે. રોજગાર કચેરીની રોજગારલક્ષી સેવાઓ સારી રીતે મળી રહે તે માટે પ્રોફાઇલ એપ્રુવ કરવું જરુરી છે

તેથી, મોરબી ખાતે નોંધાયેલ તમામ ઉમેદવારોએ આગામી તા. ૨૦/૦૧/૨૦૨૨ સુધીમાં રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાની પ્રોફાઇલ એપ્રુવ કરાવવા રોજગાર કચેરી, નવુ સેવા સદન, સો-ઓરડી, મોરબી ખાતે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. વધુ વિગત માટે કોલ સેન્ટર નં.૬૩૫૭૩૯૦૩૯૦ અથવા ફોન નં.૦૨૮૨૨-૨૪૦૪૧૯ નો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબાનપુત્રાની યાદીમાં જણાવાયું છે.

- text

ઉલ્લેખનીય છે કે, રોજગારલક્ષી સેવાઓ માટે ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં “અનુબંધમ” વેબ-પોર્ટલ અને મોબાઇલ એપનું લોકાર્પણ કરવામાં આવેલ છે. જેથી રોજગારવાંચ્છુ ઉમેદવારોને રોજગાર લક્ષી તમામ સેવાઓ પોર્ટલ/વેબ સાઇટ https://anubandham.gujarat.gov.in/home પર ઉપલબ્ધ થયેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text