રાજકોટ ક્લેઇમ બાર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે વાંકાનેરના વકીલ બિનહરીફ વિજેતા

- text


વાંકાનેર : રાજકોટ ક્લેઇમ બાર એસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે વાંકાનેરના વકીલ બસીરભાઈ બાદી બિનહરીફ વિજેતા બન્યા છે.

રાજકોટ ક્લેઇમ બાર એસોસિયેશન દ્વારા વર્ષ 2022 માટે વિવિધ હોદ્દેદારો તથા કારોબારી સભ્યો માટે ચૂંટણી આગામી સોમવારે યોજાનાર છે. જેમાં ઉપપ્રમુખના હોદા માટે વાંકાનેરના સામાજિક અગ્રણી અને વકીલ બસીરભાઈ બાદીએ ફોર્મ ભરેલ હતું. પરંતુ સામા પક્ષે અન્ય વકીલોએ ફોર્મ ન ભરતા બસીરભાઈ રાજકોટ ક્લેઇમ બાર એસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text