મોરબી જિલ્લાની કલા મહાકુંભ સ્પર્ધા મોકૂફ

- text


કોરોનાનું સંક્રમણ વધતાં નિર્ણય લેવાયો

મોરબી : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત તથા કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ની સ્પર્ધા કોરોનાનું સંક્રમણ વધતાં હાલ મોકૂફ રાખેલ છે. પરિસ્થિતિ અનુકૂળ થયા બાદ થનાર આયોજનની માહિતી કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. કલા મહાકુંભ ૨૦૨૧-૨૨ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરાવેલ સ્પર્ધકોએ નવેસરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે નહી તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text