મોરબીના લાલપર ગામેથી બુલેટ હંકારી જતા તસ્કરો

- text


મોરબી : મોરબીમાં વાહનચોરોએ ડેરા તંબુ તાણ્યા હોય તેમ રોજબરોજ વાહનચોરીના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે લાલપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી તસ્કરો રૂપિયા 70 હજારનું રોયલ ઇન ફિલ્ડ બુલેટ હંકારી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.13 ડિસેમ્બરના રોજ મોરબીના લાલપર ગામે અજંતા એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી કોઈ અજાણ્યો તસ્કર મૂળ રાજસ્થાનના અશોકકુમાર રામસિહ ચોધરીનું રૂપિયા 70 હજારની કિંમતનું રોયલ ઇનફીલ્ડ બુલેટ ચોરી કરી લઈ જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text