ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા દ્વારા માટેલ ખાતે બેઠક યોજાઈ

- text


વાંકાનેર : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા વાંકાનેર તાલુકાના માટેલ ગામે ગઈકાલે સંગઠન મિટિંગ યોજાઇ હતી. જેમા માટેલ ગામ સમિતીના પ્રમુખની નિમણુંક કરવામાં આવી હતી. સાથે સંગઠન મજબૂત કરવા યુવાનો પાસેથી માર્ગદર્શન લેવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમા મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના મયુર બાબરિયા, યોગેશ ઠાકોર, પ્રવીણ સારલા, રમેશ ઠાકોર, મોરબી તાલુકા પ્રમુખ જયદીપ ઝીંઝુવાડિયા, મોરબી શહેર મંત્રી મહેશ ઠાકોર, વાંકાનેર શહેર પ્રમુખ હરેશ માણસુરિયા, વાંકાનેર શહેર ઉપપ્રમુખ વિશાલ સંખેસરિયા તથા માટેલ ગામ સમિતીના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text