વાંકાનેર પાલિકાના કર્મચારીની ફરિયાદ નોંધાતા જ હળતાલ સમેટાઈ

- text


પાલિકાના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા જ આરોપીઓના સમર્થકોના ટોળા ઉમટ્યા : પાલિકા કર્મચારી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધવા મહિલાઓનો હંગામો

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાના કર્મચારીની પોલીસ આજે ફરિયાદ નોંધતાની સાથે જ કર્મચારીઓએ હડતાલ સમેટી લીધી હતી. જો કે પાલિકાના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા જ બે આરોપીઓના સમર્થકોએ પોલીસ સ્ટેશને હોબાળો મચાવ્યો હતો અને કર્મચારી સામે છેડતીની ફરિયાદ નોંધવાની ઉગ્ર માંગ કરી હતી.

વાંકાનેર નગરપાલિકાના 160 જેટલા કર્મચારીઓ બે દિવસ પહેલા હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આ કર્મચારીઓના કહેવા મુજબ અસિયાના સોસાયટીમાં ભૂતિયા નળ કનેક્શન કાપવા મુદ્દે નગરપાલિકા તંત્ર અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું.જેમાં પાલિકાના એક કર્મી સાથે સ્થાનિકોએ ગેરવર્તન કર્યું હોવાનું પોલીસ સમક્ષ વારંવાર નિવેદન નોંધવવા છતાં પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાથી કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. દરમિયાન આજે પોલીસે પાલિકાના કર્મચારીની વિધિવત ફરિયાદ દાખલ કરતા વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓએ હડતાલ સમેટી લેવાની જાહેરાત કરી હતી.

- text

વાંકાનેર નગરપાલિકાના કર્મચારી અશોકભાઈ રાવલને અસિયાના સોસાયટીમાં અગાઉ ભૂતિયા નળ કનેક્શન કાપવા મુદ્દે સ્થાનિક સરફરાઝ હુસેન મકવાણા અને સલો રિક્ષાવાળો સામે માથાકૂટ કરી ધાક ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ નોંધતાની સાથે આરોપીઓના સગા સબધીઓ અને સ્થાનિકો આજે વાંકાનેર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને ફરિયાદ નોંધવવા બાબતે ભારે રોષ વ્યકત કરી નગરપાલિકાના કર્મચારી સામે મહિલાઓની છેડતીની સામી ફરિયાદ નોંધવાની ઉગ્ર માંગ કરી હતી.

- text